– ચીને શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર વસ્તીના મોનિટરિંગ અને નિયંત્રણ માટે નવા આંતરિક અને બાહ્ય તંત્ર વિકસિત કર્યા
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર : ચીનમાં ઉઈગર મુસલમાનો પરના અત્યાચાર સાથે સંકળાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ચીને આ ઉઈગર મુસલમાનોના અંગોનું બ્લેક માર્કેટિંગ કરીને અબજો રૂપિયાની કમાણી કરી છે.રિપોર્ટ પ્રમાણે આશરે 1.5 લાખ લોકોને ત્યાં બળજબરીથી કેદ કરીને રાખવામાં આવ્યા છે.કેદ દરમિયાન આ મુસલમાનોના મહત્વપૂર્ણ શારીરિક અંગો જેમ કે કિડની અને લિવર બળજબરીથી કાઢી લેવામાં આવે છે અને તેમનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સ્થિત એક મોર્નિંગ ટેબ્લોઈડ અખબારના રિપોર્ટમાં આ અંગે અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા છે.રિપોર્ટ પ્રમાણે ચીન એક સ્વસ્થ લિવરને વેચીને આશરે 1 કરોડ 20 લાખ રૂપિયા મેળવે છે અને આ વેપારમાં તેને વાર્ષિક 75 અબજ રૂપિયા આસપાસની કમાણી થાય છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી કે ચીનના ડિટેન્શન સેન્ટર્સમાં માનવ અંગોનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવ્યું હોય. અગાઉ પણ ચીન પર આ પ્રકારના આરોપ લાગી ચુક્યા છે.
આ વર્ષની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ (યુએનએચઆરસી)એ કહ્યું હતું કે, ઉઈગર,તિબેટીયન્સ,મુસલમાનો અને ઈસાઈઓ સહિતના અલ્પસંખ્યકોના અંગોની તસ્કરીને લઈ માનવાધિકાર વિશેષજ્ઞ ખૂબ જ ચિંતિત છે.ચીને શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર વસ્તીના મોનિટરિંગ અને નિયંત્રણ માટે નવા આંતરિક અને બાહ્ય તંત્ર વિકસિત કર્યા છે.તેમાં પ્રબંધકોને સામેલ કરવાની નવી પ્રણાલી બનાવવામાં આવી છે જેમના પર ઓછામાં ઓછા 10 ઉઈગર પરિવારોનું મોનિટરિંગ કરવાની જવાબદારી હશે.આ જ રીતે ચીન વર્તમાન સમયમાં તિબેટ પર પણ પોતાનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.સીસીટીવી કેમેરાની મદદથી દરેક સમયે તેમના પર આકરી નજર રાખવામાં આવે છે.તેમને તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી નીકળવાની પણ મનાઈ છે અને તેઓ બહાર ન નીકળી શકે તે માટે અનેક વિસ્તારોમાં બેરિયર્સ લગાવવામાં આવેલા છે. શિનજિયાંગ અને તિબેટ બંને પ્રાંતમાં માનવાધિકારોના ઘોર હનનનો આરોપ છે.