By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઢોંગી દારૂબંધીથી ગાંધીજી-સરદાર ખુશ ન થાય : શંકરસિંહ વાઘેલા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઢોંગી દારૂબંધીથી ગાંધીજી-સરદાર ખુશ ન થાય : શંકરસિંહ વાઘેલા
AhmedabadGeneralGujarat Now

ઢોંગી દારૂબંધીથી ગાંધીજી-સરદાર ખુશ ન થાય : શંકરસિંહ વાઘેલા

HM News
Last updated: 08/05/2020 12:27 PM
HM News
6 years ago
Share
SHARE

– દારૂબંધીનું નાટક ગુજરાતમાં કયાં સુધી ચાલવાનું છેઃ ગાંધી વિચારધારાવાળા મિત્રોની કમિટી બનાવીને ‘દારૂબંધી’ ના કડક પાલન માટે કાંઇક તો કરો

પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે,આપણું ગુજરાત,ગાંધીનું ગુજરાત,સરદાર સાહેબનું ગુજરાત,આ ગુજરાતમાં આજે વર્ષોથી કૃત્રિમ દારુબંધીની નીતિ ચાલી રહી છે.જે દારુબંધીની વાત કરવા માટે કોઇ હિંમત નથી કરતું.હું આજે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર સાહેબ ખુશ થાય છે.આખું જુવાનધન ખતમ થઇ રહયું છે ખોટો દારુ પી ને, લઠ્ઠો પીને બાકીનું બધું જે કાંઇ ધૂપીયું કહેવાય,જે ખરાબ વસ્તુ છે,જે સસ્તુ આપતા હોય છે તે પી ને પેઢી ખતમ થઇ ગઇ.

ગુજરાતમાં છેતરામણી અને છલનાવાળી આ દારુબંધી વાળી નીતિનો પુર્વવિચાર કરવાનો સમય આવી ગયો છે.હું શંકરસિંહ વાઘેલા દારુ પીતો નથી માટે થઇને આ વાત કરી રહયો છું.બાકી લોકો જુદો અર્થ કરે તો એમની મહેરબાની પણ કૃત્રિમ નીતિના આધારે ગુજરાત જે પોતાનું નુકસાન ભોગવી રહયું છે તે જ આજે બીજા રાજયોમાં કરોડો રૂપિયાની આવક,આ કરોડો રૂપિયાની આવક ગુજરાતમાં કયાં જાય છે.શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે,દારુ નથી મળતો એવું તો છે જ નહીં.એક કિલોમીટર પણ એવો નથી જયાં ગુજરાતમાં દારુની કોથળી ન મળતી હોય,દારુની બાટલી ન મળતી હોય.સરકાર જે પકડે છે એ તો આઇસબર્ગમાં એક બરફની ટોચ હોય છે જે બુલડોઝર ફેરવીને તોડી-ફોડી નાંખે છે.ગુજરાતમાં આજે જુવાનીયાઓ જે જે તમાકુનો ગુટકા અને દારૂને કારણે ર૦-રપ વર્ષે આપણી જે બહેનો વિધવા થાય છે તેમાં ખોટો દારૂ પીને પીવાવાળો વર્ગ બહુ મોટો છે.હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો.ગુજરાતના તજજ્ઞ લોકો હોય,ગાંધીવાદી વિચારધારા વાળા મીત્રોની એક કમિટી બનાવો,કમિટી બનાવીને ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવામાં આવે કે મહેરબાની કરીને તમે જો આબુ જતા હોય,તમે દીવ જતા હોય,તમે મુંબઇ જતા હોય કે બીજે દારુ પીવા જતા હોય.કરોડો રૂપિયાનું આંધણ ત્યાં કરતા હોય,તો ગુજરાતમાં આનો વિચાર કરો કે શું કરવું જોઇએ.

જો ચાઇનામાંથી ઉઘોગો બહાર નીકળીને હિન્દુસ્તાનમાં આવવાના હોય,હિન્દુસ્તાનમાં જો આપણે ગુજરાતી તરીકે ઉઘોગોમાં મૂડીરોકાણ થવાનું હોય તો આ નીતિઓનો પૂનર્વિચાર કરવાનો સમય હવે આવી ગયો છે અને એટલા માટે જે રીતે અત્યારે ચોરીછૂપીથી આવા લોકડાઉનમાં પણ દારુનો ધંધો ખુલ્લેઆમ ચાલતો હોય તો ડબલાના ભાવ વધી ગયેલ હતા.બીયરીયું હોય કે બીજી કોઇપણ બોટલ હોય,તો આવી રીતે ગાંધીજી સત્ય અને અહિંસા વાળા વિચારો વાળા હતા.સરદાર સાહેબ પણ આમ જ હતા.તો ગાંધીના ગુજરાતમાં દારુબંધીના નામે ચોરી કેમ કરો છો ? અસત્ય કેમ બોલો, જુઠું કેમ બોલો છો ? ખુલ્લેઆમ જે હોય તો માનીને ચાલો.

મુંબઇમાં દારૂબંધી નથી.ઙ્ગ રાજસ્થાનમાં દારુબંધી નથી.મધ્યપ્રદેશમાં દારુબંધી નથી અને દીવ-દમણમાં પણ દારુબંધી નથી.તો દારૂબંધીનું નાટક ગુજરાતમાં કયાં સુધી ખેલવાનું છે આપણે એનો વિચાર કરીએ.આખું આજે જે ચોરીછુપીનું અને કરોડો રૂપિયાનું અન્ડર ટેબલ લેવડદેવડ ચાલી રહી છે. જેથી તેમાં બુટલેગરો,જેમાં કોમી તોફાનો કરાવવા હોય,રૂપિયા પડાવવા હોય તો બુટલેગરો.બુટલેગરો મજા કરે છે અને પ્રજા ખોટો દારુ પી ને પોતાનુ લીવર બગાડી રહયાં છે.જુવાની તોડી રયા છે દમ ઘુંટવી રહયો છે.વિધવા બહેનોની સંખ્યા વધતી જાય છે માટેથી આવા ઢોંગી અમલ ઉપર ફેરવિચાર કરાય,પુનર્વિચાર કરાય.એટલી કડક દારુબંધી બનાવાય જેથી કયાંય પણ દારૂની સુગંધ પણ ન આવે.જેથી એવી વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો વિચાર કરીને અમલવારી થાય જેથી કરીને બહેન-દિકરીઓને કોઇ પ્રોબ્લેમ ન થાય.સમાજને પ્રોબ્લેમ ન થાય.દારુ બંધી નથી ત્યાં આવા પ્રોબ્લેમ નથી.

કૃત્રિમ રીતેઆ બધું ઉભૂ કરાયેલું છે.તો વિચાર કરવાનો સમય હવે આવી ગયો છે.શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે,ભગવાન આપણે કોરોનાથી બચાવે, દારૂની નીતિ જે ગુજરાતમાં કૃત્રિમ છે એનો અભ્યાસ કરીને એમાંથી પણ બચાવે અને સાચી માનવતાના આધારે,ગાંધીજીના સાચા મૂલ્યોના આધારે ફરીથી અભ્યાસ કરવો જોઇએ અને એમાંથી પણ બચાવે અને સાચી માનવતાના આભારે ગાંધી- સરદારના સાચા મૂલ્યો કયા હતા એનો અભ્યાસ કરીને આગળ વિચાર કરવો જોઇએ એવો મારો પ્રબુધ્ધ નાગરિકો જે કાંઇ સમજતા હોય તેમણે સાથે રાખીને વિચાર કરવો જોઇએ.આ કાંઇ ખાનગી તો છે નઇ કે લોકોને દારૂ મળતો હોય તો ચોરીછુપીને ગડટગટાવીને પોતાની જાત સાથે ચેડાં કરતા હોય છે.આવી રીતે ન હોય સીસ્ટમ જ હોય,એક પધ્ધતિ જ હોય એ પ્રમાણે આગળ ચાલીએ એ શબ્દો સાથે લોંગ-લીવ નશાબંધી, થીંક-ઇટ-ઓવર આ નશાબંધી કેવી છે, કેવી રીતે ચાલુ રાખવીઙ્ગ તેનો વિચાર કરાય અને વિચાર કરીને સાયન્ટીફિક એપ્રોચ સાથે એનો વિચાર થાય અને ગુજરાતના જુવાનો માટે અને ગુજરાતના આર્થિક વિકાસ માટે તેમજ ઔઘોગિક ડેવલપમેન્ટ માટે આ બધા વિચારો જરૂરી હોય તો સાથે બેસીને વિચાર કરવો જોઇએ.આવું હું સ્પષ્ટપણે માનું છું. તેમ અંતમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સેબીના સહાયક મેનેજર કોરોનામાં સપડાયાઃ સમગ્ર હેડ કવાર્ટર ૧૦મી મે સુધી સીલ
Next Article કેન્દ્ર-રાજ્યોની તિજોરીઓ ખાલી થઈ રહી છે : પ્રજા ઉપર ઝીંકાશે વિવિધ પ્રકારના ટેકસ, ડયુટીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up