રાજ્યમાં એકબાજુ મહિલાઓ સુરક્ષિત હોવાના જોરશોરથી દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ જેવા ભરચક શહેરમાં ધોળા દિવસે મહિલાઓ પર એસિડ એટેકની ઘટનાઓ બને છે. આ કેટલું વ્યાજબી છે. સરકારના દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે. ત્યારે આજે અમદાવાદમાં ખળભળાટ મચી જાય તેવી એક ઘટના નોંધાઈ છે. અમદાવાદના ઈસનપુરમાં એસિડ એટેકનો પ્રયાસ થયો છે. એક 38 વર્ષીય મહિલા પર દંપતીએ એસિડ એટેકનો પ્રયાસ કર્યો હોય તેવી માહિતી મળી રહી છે. આ ઘટનાને પગલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પતિ અને પત્નીએ પાડોશમાં રહેતી મહિલા સાથે શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પરંતુ મહિલાએ ના પાડતા તેમના પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, દંપતીએ ભેગા મળીને મહિલાને શારિરીક સંબંધ રાખવા દબાણ કરી ધમકી પણ આપી દીધી હતી. જેથી આ ઘટનાની ફરિયાદલ પોલીસ સ્ટેશનમાં પહોંચતા ઇસનપુર પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં એવી માહિતી મળી રહી છે કે, ઇસનપુર વિસ્તારના એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે એકલી રહે છે. ત્યારે તેમની પાડોશમાં રહેતી મહિલા સાથે તેઓ પાડોશી તરીકે સારા સંબંધો હતા. ત્યારબાદ પાડોશમાં દંપતી સાથે પણ મહિલાના સંબંધો સારા હતા. પરંતુ થોડા દિવસ પહેલા મહિલાના ઘરે આવી તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી? જો સંબંધ નહિ રાખે તો એસિડ ફેંકી ચહેરો બગાડી દઈશ તેવી ધમકી આપી ગાળાગાળી કરી હતી.
ધુળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા. દરમ્યાનમાં તેમની પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી. તને મેં મારા પતિ સાથે શારિરીક સંબંધ રાખવા કહ્યું તો કેમ નથી રાખ્યા કહી એસિડ ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી. મહિલાના પતિએ પણ સંબંધ રાખવા અમે ઉંચી પહોંચ ધરાવીએ છીએ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી.