-મૌલાના સાદ સામે હત્યાનો કેસ દાખલ કરો
-ડોક્ટર્સ પર હુમલો કરનારા સમાજ, માણસાઈ અને માનવતાના દુશ્મન : કોંગ્રેસ નેતા કમલનાથ
લખનઉ,
ભારતમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં અચાનક આવેલા ઊછાળા પાછળ તબલિગી જમાત કારણભૂત હોવાના દાવાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના શિયા વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીનો એક વીડિયો સામે આવ્યો છે. દિલ્હીમાં નિઝામુદ્દિન મરકઝમાં આયોજિત તબલિગી જમાતના એક કાર્યક્રમ પર નિશાન સાધતાં રિઝવીએ કહ્યું કે જમાતમાં સામેલ લોકોના કારણે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો હોય અને કોઈનું મોત થાય તો મૌલાના સાદ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવો જોઈએ.
ઉત્તર પ્રદેશના શિયા વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ એક વીડિયોમાં કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દિનમાંથી તબલિગી જમાતના લોકો મોત વહેંચવા નીકળ્યા હતા. તેમણે એક વીડિયો શૅર કરતાં લખ્યું છે કે આ વીડિયોમાં કેટલાક લોકો છીંકો ખાઈ રહ્યા છે. આ વીડિયો સાચો હોય તો કટ્ટરપંથી મુસ્લિમોની મસ્જિદો અને મદરસોમાં કોરોના બોમ્બ તૈયાર કરાઈ રહ્યા છે. રિઝવીએ મુસ્લિમોને કટ્ટરપંથીઓના ચક્કરમાંથી બહાર નીકળવા અપીલ કરી હતી.
રિઝવીએ કહ્યું કે તબલિગી જમાત મુસ્લિમોનું એક ખતરનાક જૂથ છે, જે આખી દુનિયામાં ઈસ્લામના પ્રચારના નામે મુસ્લીમ યુવાનોને કટ્ટરપંથી બનાવે છે. તેમનું કામ છે – ચાર-ચાર, પાંચ-પાંચના જૂથોમાં શહેરો અને ગામોમાં ફરવું અને મુસ્લીમ યુવાનોને ઈસ્લામની વાતો જણાવવી. આઈએસનો અબુ બકર બગદાદી હોય કે ઓસામા બિન લાદેન આ બધા તબલિગી જમાતના મદદગાર હતા. તબલિગી જમાત દુનિયાને કટ્ટરપંથી અને આતંકી મુલ્લાઓ ચલાવી રહ્યા છે.
રિઝવીએ કહ્યું કે તેમની પાસે આખી દુનિયામાંથી રપિયા આવે છે. આ રપિયાનો ઉપયોગ મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા થાય છે. તેઓ મુસ્લીમ યુવાનોને એવું પણ સમજાવે છે કે જે અલ્લાહને નથી માનતા, જે કુરાન શરીફને નથી માનતા તે બધા કાફીર છે અને કાફીર અલ્લાહના દુશ્મન છે.