અમેરિકાએ કોરોના વાયરસને ફેલાવવા માટે ધાર્મિક અલ્પસંખ્યકો પર આરોપ લગાડવાની વાતને ખોટી ગણાવી છે. તેમનું માનવું છે કે વિશ્વભરની સરકારને કોવિડ-19ની જડને લઈને આરોપ-પ્રત્યારોપ લગાડવાના ખેલને આક્રમકતાથી ફગાવી દેવા જોઈએ. ઈન્ટરનેશનલ ધાર્મિક સ્વતંત્રતા માટે અમેરિકાના રાજદૂત સેમ બ્રાઉનબેકે ધાર્મિક ગ્રુપોને સામાજિક સ્તરે અંતર રાખવાની વાતનો અનુરોધ કર્યો.
ચીનમાં શાંતિપૂર્ણ રીતે ધાર્મિક કેદીઓને છોડવાની માગ કરી
સાથે જ વિશ્વભરમાં ખાસ કરીને ઈરાન અને ચીનમાં શાંતિપૂર્ણ રીતે ધાર્મિક કેદીઓને છોડવાની માગ કરી છે. બ્રાઉનબેકની આ પ્રકારની ટિપ્પણી નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના ધાર્મિક આયોજનને લઈને આવી છે. જે ભારતમાં કોરોના વાયરસ ફેલાવવાનું મુખ્ય કેન્દ્ર બનીને સામે આવી રહ્યું છે.
ધાર્મિક સમૂહના લોકોએ સોશિયલ ડિસ્ટનસ રાખવું
બ્રાઉનબેકે ધાર્મિક અલ્પસંખ્યકો પર કોરોનાની અસર પર કોન્ફરન્સ કોલ દરમિયાન પત્રકારોને કહ્યું કે મારું માનવું છે કે ધાર્મિક સમૂહના લોકોએ સોશિયલ ડિસ્ટનસ રાખવું જોઈએ. અને કોરોના ફેલાવવા માટે ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયના લોકો જવાબદાર નથી. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે વિશ્વના વિભિન્ન સ્થાનો પર આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે અને આપણે આશા રાખીએ સરકાર આક્રમકતાથી આ વાતને ફગાવી દેશે.