કેન્દ્રીય ગૃહમંત્રાલયે તબલીગી જમાત સાથે સંકળાયેલા ઈન્ડોનેશિયાના લગભગ 800 લોકોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામને વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય 250 જેટલા વિદેશીઓને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને તેમના વિઝા પણ રદ્દ કરી દેવામાં આવશે.
કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આ તમામ લોકો તાજેતરમાં જ દક્ષિણ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં. આ કાર્યક્રમના કારણે અનેક લોકો કોરોના વાયરસથી સંક્રમિત બન્યા છે અને તેમને બીજા સંખ્યાબંધ લોકોના જીવને પણ જોખમમાં મુક્યા છે.
દિલ્હીના નિઝામુદ્દીનમાં બલલીગી જમાતના નામે એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 2500 લોકો શામેલ થયા હતાં. તેમાં 5 રાજ્યોના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં વિદેશીઓ પણ શામેલ હતાં. તપાસ એજંસીઓને આશંકા છે કે, કાશ્મીરમાં જે 65 વર્ષના વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું હતું તે પણ આ તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને દિલ્હીના લોકો શામેલ થયા હતાં.
આ તમામ લોકો દ્વારા કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો વધી ગયો છે. તમિળનાડુના તો 1500 લોકો આ કાર્યક્રમમાં શામેલ થયા હતાં. લગભગ 200 લોકો તેલંગાણા અને કાશ્મીરથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં 200 જેટલા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું અનુંમાન છે. જ્યારે 334 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 700 લોકોને ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા છે. તબલીગી જામાત કાર્યક્રમમાં શામેલ થનારા આ લોકોએ કાયદાનો ભંગ કર્યો હતો અને અનેક લોકોના જીવ પણ જોખમમાં મુક્યા હતાં. આ મામલે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે લાલ આંખ કરી છે.
કેન્દ્દ્રની મોદી સરકાર પણ આ મામલે પગલા ભરતા ઈન્ડોનેશિયાથી આવેલા લગભગ 800 લોકોને બ્લેકલિસ્ટ કરશે. તેવી જ રીતે અન્ય 250 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત આ લોકોના વીઝા પણ રદ્દ કરવામાં આવશે.

