નવી દિલ્હી તા. ૩૧ : દિલ્હીના તબ્લીંગ જમાતના મરકઝમાં યોજાયેલા ઇજતેજામામાં આવેલા ર૦૦ જેટલા વિદેશી લોકો પૈકી ૪૦,પ્રચારકો ભારતના તબ્લીંગ જમાતના મોટા મદ્રેસા દારૂલ ઉલૂમ દેવબં (જી. સહારનપુર-ઉતરપ્રદેશ) માં ગયેલા હોવાનું બહાર આવી જતા તંત્ર ધંધે લાગી ગયું છે.બીજી તરફ એક મૌલવીને ૯ શહેરોની જવાબદારી પ્રચાર માટે સોંપાઇ હતી જેથી આવા કેટલા કેરીઅર્સ છુપાયેલા છે તે શોધવું હવે તંત્ર માટે પણ મૂશ્કેલ બની ગયું છે.ઇજતેમામાં ભાગલેનાર અને કોરોનાથી મૃત્યુ પામેલ શ્રીનગરના વૃદ્ધની સાથે પણ ૧૯ લોકો જોડાયા હતા. જેઓ અકીલા મેરઠ પણ ગયા હતા આમ તબ્લીંગ જમાત આવી અને પોતાની સાથે કોરોના લાવી એવી વાત ટીવી ખબરોમાં છવાઇ ગઇ છે ત્યારે એક એક વ્યકિતએ કયાં કયાં વાયરસ ફેલાવેલ તે પણ સવાલ બની ગયો છે.દિલ્હીના એક ધારાસભ્યના ભાઇપણ ઇજતેમાંમાં જોડાયા હતા અને હાલમાં આઇશોલેશનમાં છે જો કે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ થી પણ વિદેશીઓ આવ્યા હતા.આ તમામ માહિતી પણ આવી સ્થિતીમાં તંત્રથી છુપાવવામાં આવી હતી.જો કે જેઓ વિદેશી પ્રચારકો આવ્યા હતા.તેઓ જ્યાં જ્યાં ગયા હતા ત્યાં મસ્જીદોમાં જ રોકાયા હતા.ખાસ કરીને આ પ્રચારકો તેલંગાણા, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશમાં વધુ ફર્યા છે.દિલ્હીમાં આવેલ તબ્લીંગ જમાતનું આ મરકઝ આખુ વર્ષ ધમધમતું રહે છેઅ ને તે ૭ માળની ઇમારત છે.જો કે આ મરકઝને પ્રસિદ્ધ દરગાહ હઝરત નિઝામુદ્દદીન ઔલિયાથી કોઇ સબંધ નથી અને દરગાહ તો લોકડાઉનથી સંપૂણૂ બંધ છે અને દરગાહથી રપ૦ મીટર દુર આ મરકઝ છે.