રામ મંદિરનું ભૂમિ પૂજન થઈ ગયું છે પણ વિવાદાસ્પદ નિવેદનોની વણઝાર ચાલુ જ છે.રામ મંદિર મુદ્દે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીને જવાબ આપવા માટે હવે શિયા વકફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રીઝવી મેદાનમાં આવ્યા છે.તેમણે કહ્યુ છે કે,ઓવૈસીને કોઈ પરેશાની હોય તો તે પાકિસ્તાન જતા રહે અને ભારતના મુસ્લિમોને શાંતિથી રહેવા દે.વસિમ રીઝવીએ ઔવેસીને કહ્યું હતું કે, મંદિર તોડનારા તમારા પૂર્વજો હતા અને ભારતીય સંવિધાને હિન્દુઓને તેમનો હક આપી દીધો છે.હવે હિન્દુ મુસ્લિમોનુ લોહી રેડવાની રાજનીતિ તમારે બંધ કરીને જેહાદના નામે મુસ્લિમોને લડાવવાનું છોડી દેવું જોઈએ.રીઝવીએ કહ્યું હતું કે,રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટે જે પણ રસ્તો કાઢ્યો છે તે યોગ્ય છે અને આપણે બધા ભારતીય સંવિધાનના નિયમોથી બંધાયેલા છે.ઔવેસીએ અગાઉ કહ્યું હતું કે,પીએમ મોદીએ ભૂમી પૂજનમાં જવું જોઈએ નહી. તેઓ કોઈ એક ધર્મના પીએમ નથી.દરમિયાન ફરી મસ્જિદ બનાવવાના ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નિવેદન પર રીઝવીએ કહ્યું છે કે,દિલને સારુ લગાડવા માટે આ વિચાર સારો છે પણ બોર્ડે એવું કેવી રીતે વિચારી લીધું કે,આ પ્રકારના કામમાં ભારતના મુસ્લિમો તેમનો સાથ આપશે.

