તંજાવુર : તમિલનાડુમાં એક મંદિરની રથયાત્રા દરમિયાન રથ જીવંત ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જતાં ત્રણ કીશોર સહિત કુલ ૧૧ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૭ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમિલનાડુના ગવર્નર આર એન રવી, મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.વડાપ્રધાન મોદીએ પીએમએનઆરએફ (પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ)માંથી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.બીજી તરફ તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલીને મૃતકોના પરિવારજનોને પાંચલાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આ ઘટના આજે વહેલી સવારે અપ્પાર મંદિરની રથયાત્રા દરમિયાન બની હતી.રથયાત્રા તંજાવુર-બૂદાલુર રોડ પર બની હતી.રથ હાઇવોલ્ટેજ તારના સપર્કમાં આવી જતા તેમા સવાર શ્રદ્ધાળુઓને કરંટ લાગ્યો હતો. ઘાયલોને સારવાર માટે તંજાવુરની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.કરંટ લાગવાને કારણે રથને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

