By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તમિળ એક્ટ્રેસનો ઘટસ્ફોટ : મારી સંમતિ વગર કમલ હાસને મને કિસ કરી હતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > તમિળ એક્ટ્રેસનો ઘટસ્ફોટ : મારી સંમતિ વગર કમલ હાસને મને કિસ કરી હતી
Breaking NewsEntertainmentGeneralNational

તમિળ એક્ટ્રેસનો ઘટસ્ફોટ : મારી સંમતિ વગર કમલ હાસને મને કિસ કરી હતી

HM News
Last updated: 26/02/2020 3:19 PM
HM News
5 years ago
Share
SHARE

ચેન્નાઈ,તા.૨૬
તમિળ એક્ટ્રેસ રેખાએ સુપરસ્ટાર કમલ હાસનને લઈ વાત કરી છે. રેખાના મતે, ફિલ્મમેકર કે. બાલાચંદરની ફિલ્મ ‘પુન્નાઈગાઈ મન્નાન’ના એક સીન માટે સુપરસ્ટારે તેની સહમતિ વગર તેને કિસ કરી હતી. રેખાએ સીન અંગે વાત કરતા કહ્યું હતું, સ્ક્રીન પર આ કિસ ક્યારેય ખરાબ કે એગ્રેસિવ લાગતી નથી. તે સમયે આની જરૂર હતી. જોકે, હું ઘણી જ નાની હતી અને મને આ અંગે કંઈ જ ખબર નથી. ડિરેક્ટર (કે. બાલચંદર)એ કહ્યું હતું, ‘કમલ, તારી આંખો બંધ કરી દે. યાદ છે ને મેં શું કહ્યું હતું?’ કમલે કહ્યું હતું, ‘હા મેં કરી લીધી છે’. આ સીનમાં અમારે કૂદવાનું હતું. ડિરેક્ટરના એક, બે અને ત્રણ બોલતા જ અમે કિસ કરી અને કૂદી ગયા. જ્યારે મેં થિયેટરમાં આ સીન જોયો ત્યારે મને તેની ઈમ્પેક્ટ સમજાઈ હતી.
રેખાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેણે કિસ સીનને લઈને અસંમતિ દર્શાવી તો તેની આગળ ખોટું બોલવામાં આવ્યું હતું. રેખાએ કહ્યું હતું, ‘જ્યારે મેં ફિલ્મના એસોસિયેટ્સ ડિરેક્ટર્સ સુરેશ કૃષ્ણા તથા વસંતને કહ્યું કે મને કિસ અંગેની કોઈ વાત કરવામાં આવી નહોતી અને હું આ માટે તૈયાર નહોતી. રેખાની વાત સાંભળ્યા બાદ તેમણે કહ્યું હતું, ‘એમ વિચાર કે એક મોટા રાજાએ નાનકડી બાળકીને કિસ કરી છે.’ જે લોકો સેટ પર હાજર હતાં, તેમને ખ્યાલ હતો કે કિસ સીન મારી સંમતિ વગર જ શૂટ કરવામાં આવ્યો હતો.

ભારતમાં હવે નાની કારનો જમાનો ગયો, તો લોકો શું ખરીદી રહ્યાં છે ?
સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંધન કરી કોરોના ફેલાવી પોતે કોરોના સંક્રમિત બનનાર CR પાટીલ ના સંપર્ક માં આવનાર સંખ્યાબંધ નેતાઓ ને કોરોન્ટાઈન કેમ કરાતા નથી ! લોકો માં ઉઠી કોમેન્ટ !
ઓલપાડ તાલુકામાં 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી
રાજકોટમાં વધુ 100 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, 1 શખ્સની ધરપકડ
કડોદરા પોલીસ મથક વિસ્તાર માંથી એક દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 3.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
TAGGED:તમિળ એક્ટ્રેસનો ઘટસ્ફોટ
Share This Article
Facebook Email Print
Previous Article મોદી કેબિનેટનો મોટો નિર્ણય : સરોગેસી બિલને મંજૂરી
Next Article અમિતાભ બચ્ચન સાથે કામ કરવું સહેજ પણ સહેલું નથી : આયુષ્માન ખુરાના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up