છેલ્લા ગણા સમયથી અનેક વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં પૈસા ખર્ચીને વિવિધ ક્લાસ અને રીડીંગ રૂમમાં આગામી સમયમાં લેવાનાર વિવિધ સરકારી સ્પાર્ધત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ લોકમુખે તેજ સ્પાર્ધત્મક પરીક્ષાના પેપરના ભાવની ચર્ચા થઇ રહી હોવાની વાતો સામે આવી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના જુના સચિવાલયમાં ફરજ બજાવતા એક સરકારી અધિકારી અત્યારથી જ પેપર માટે કોરા ચેક લેતા થઈ ગયા છે.હજી તો વર્ષ-2023 ની શરૂઆત જ થઈ રહી છે ત્યારે એક પ્રાઈવેટ શાળાનું પેપર લીક થયું ત્યાં અહીં ગાંધીનગર અને મુખત્વે ઉત્તર ગુજરાતમાં પેપરના ભાવની ચર્ચા લોકમુખે અને કેટલાક સુત્રો દ્વારા જાણવા મળી રહી છે.
ઘણાં સમયથી સરકારી પરીક્ષા માટે યુવાનો રાહ જોઇ રહ્યા છે ત્યારે હજી તો પરીક્ષા યોજાઈ તે પહેલાં જ આ પ્રમાણેની વાતો ઉમેદાવરાોનું મનોબળ તોડી રહ્યું છે.જ્યાં બીજી તરફ કેટલાંક અસમાજિક તત્વો દ્વારા પેપરની તોડબાજી શરૂ કરી દીધી છે.જો કે પેપરના ભાવ અને તેના અંગે કેટલું તથ્ય છે તે આગામી સમયમાં ખબર પડશે.
એક તરફ રાજ્ય સરકાર જ્યારે વિશાળ બહુમતીથી સત્તામાં છે ત્યારે વિદ્યાર્થીઓની મહેનતને સરકાર અગામી પેપર લીકથી બચાવી શકે છે કેમ એતો આવનાર સમય જ બતાવશે.પણ હાલ ગાંધીનગરના ઉમેદવારોના વર્તુળમાં ચિંતા સાથે વ્યાકુળતા વધી રહી છે.