આખી દુનિયા જ્યારે કોરોના વેક્સિન લેવાની ઉતાવળ કરી રહી છે અને વિશ્વના લગભગ તમામ દેશોએ કરોડો વેક્સિન ડોઝનું પ્રી-બુકિંગ કરાવી દીધું છે.ત્યારે તાંઝાનિયાએ જાહેર કર્યું છે કે,દેશના નાગરિકો માટે કોઈપણ પ્રકારની કોરોના વેક્સિનની જરૂર નથી.
તાંઝાનિયાના રાષ્ટ્રપતિ John Magufuli નું કહેવું છે કે,તાંઝાનિયા કોરોના ફ્રી દેશ છે. અહીંના સ્થાનિક લોકો સ્વસ્થ છે.વેક્સિનના સફળ થવાના કોઈ ચોક્કસ પૂરવા મળ્યા નથી. ઘણાં દેશોએ ઉતાવળમાં વેક્સિનને માન્યતા આપી,દર્દીઓને વેક્સિન આપી છે અને તેના વિપરીત પરિણામો જોવા મળ્યા છે.અમારા ભગવાને મહામારીથી તાંઝાનિયાની રક્ષા કરી છે.
ચાઈનીઝ નેતાએ કોરોના મહામારી દરમિયાન તાંઝાનિયાની મુલાકાત લીધી હતી અને એ વખતે માસ્કનો ઉપયોગ કર્યો ન હતો.આ બાબતનો ઉલ્લેખ કરીને,તેમણે તાંઝાનિયા ને સુરક્ષિત જાહેર કર્યું છે અને વેક્સિનનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી.નોંધનીય છે કે,એપ્રિલ 2020 સુધી તાંઝાનિયામાં 509 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ,દેશના રાષ્ટ્રપતિએ કોઈપણ આંકડાકીય માહિતી આપી નથી.