– બુટલેગરે ભાડા કરાર બનાવી સિમેન્ટ મુકવા ગોડાઉન ભાડે રાખ્યું હતું મહિને 12 હજાર ભાડું ચૂકવતો હતો
બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઈમના માણસોએ સોમવારના રોજ બાતમી આધારે એક રેડ પાડી બંધ શતરના ગોડાઉન માંથી 5.67 લખનો વિદેશી ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં માં જાણવા મળ્યું હતુ કે બુટલેગર છેલ્લા કેટલાક મહિનાથી આ ગોડાઉન ભાડે રાખ્યું હતું અને સિમેન્ટ અને બીજો માલસામાન રાખવાનું જણાવ્યું હતું
મળતી માહિતી અનુસાર એલ.સી.બી શાખાના અધિકારી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પ્રોહી ડ્રાઇવ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.આઈ. કે.જે.ધડુક તથા અ.હે.કો ચિરાગકુમાર જ્યંતિલાલ ને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે મૌજે તાતીથૈયા ગામની સીમમાં આવેલ ગોકુલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પરેશભાઇ પટેલના ગોડાઉનમાં સિધ્ધાર્થ રામલત યાદવ નામના ઇસમે ગોડાઉન ભાડે રાખી મોટા પ્રમાણ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંગ્રહ કરી સંતાડી રાખેલ છે.તેવી ચોકકસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે બાટલી નંગ -7392 કુલ્લે કિ.રૂ. 5,67,800 / મુદામાલ મળી આવ્યો હતો ગોડાઉન અંગે માલિકને પૂછતાં તેમણે સિદ્ધથ યાદવ સાથેનો ભાડાકરાર પોલીસને બતાવી જણાવ્યું હતુ કે સિદ્ધાર્થ થોડા દિવસ અગાઉ આવ્યો હતો અને સિમેન્ટ તેમજ અન્ય વસ્તુઓઓ મુકવા માટે ગોડાઉનની ભાડે રાખ્યું હતું તેમજ દર મહિને ગૂગલ પેથી સિદ્ધાર્થ યાદવ પરેશ પટેલને 12 હજાર રૂપિયા ગુગલ પેથી ચૂકવતો હોવાની હકીકત જણાવી હતી પોલીસે 5.67 લાખની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી ગોડાઉન ભાડે રાખનાર સિદ્ધાર્થ રામતલ યાદવ (રહે.ગોકુલધામ વિલા તાંતીથૈયા નાઓને વોન્ટેડ જાહેર કરી કડોદરા પોલીસ મથકના ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે