ન્યુ દિલ્હી,તા.૨૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે ૨૪ ફેબ્રુઆરીના રોજ તાજમહેલ જોવા જઇ રહ્યા છે. આમ તો એવું કહેવામાં આવે છે કે તાજમહેલ જોનારનો પ્રેમ અમર થઈ જાય છે. પણ, એવો એક એવો સંયોગ બન્યો છે કે જ્યારે વિશ્વની છ હસ્તી તાજમહેલ જોવા માટે આવ્યા તેના થોડા સમય બાદ તેઓ તેમના જીવન સાથીથી કોઇ કારણોસર અલગ થઈ ગયા હતા. તેમા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી લઈ બ્રિટનના રાજકુમારી ડાયનાનો પણ સમાવેશ થાય છે.
જેકલીન કેનેડી
વર્ષ ૧૯૬૨માં અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની પત્ની જેકલીન કેનેડી અમેરિકાની પ્રથમ લેડી રહેતા ભારત-પાકિસ્તાનની ગુડવિલ ટ્રીપ પર આવ્યા હતા. આ સમયે તેઓ તાજમહેલ જોવા માટે પણ ગયા હતા. અહીંથી પરત ફર્યા બાદ ૧૯૬૩માં રાષ્ટ્રપતિ જોન એફ.કેનેડીની હત્યા થઈ ગઈ હતી અને જેકલીન એકલી રહી ગઈ હતી.
પ્રિન્સેસ ડાયના
૧૯૯૨માં બ્રિટીશ રાજકુમારી ડાયના પણ તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતા. જોકે તેઓ એકલા જ આવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સની બિન-ઉપસ્થિતિને લઈ કરવામાં આવેલા પ્રશ્ન પર ડાયનાએ કહ્યું હતું કે સારું હોત કે તેઓ પણ અહીં હોત. દસ મહિના બાદ જ ડાયના અને ચાર્લ્સ વચ્ચે છૂટાછેડા થયા હોવાના આશ્ચર્યજનક અહેવાલ આવ્યો હતો.
વ્લાદિમીર પુતિન
૨૦૦૦માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પત્ની લ્યુડમિલા સાથે તાજમહેલ જોવા ગયા હતા. તેના ત્રણ વર્ષ બાદ બન્નેના છૂટાછેડા થઈ ગયા.
ટોમ ક્રૂઝ
વર્ષ ૨૦૧૧માં ટોમ ક્રૂઝ ફિલ્મ મિશન ઈમ્પોસિબલઃ ઘોસ્ટ પ્રોટોકોલના વર્લ્ડ પ્રીમિયમ અગાઉ ભારત આવ્યા હતા. હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝ, અનિલ કપુર સાથે તાજમહેલ જોવા માટે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ વર્ષ ૨૦૧૨માં ટોમ ક્રુઝના તેમના ત્રીજી પત્ની કૈટી હોમ્સથી છૂટાછેડા થઈ ગયા હતા.
રસેલ બ્રાન્ડ-કેટ પેરી
વર્ષ ૨૦૦૯ (ડિસેમ્બર)માં હોલિવૂડના જાણીતા કોમેડિયન એક્ટર રસેલ બ્રાન્ડ તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ કેટી પેરી પણ આવી હતી. અહીંથી પરત ફર્યા બાદ બન્નેએ લગ્ન કર્યા હતા, પણ ૧૪ મહિનાના ગાળા બાદ તેમના છૂટાછેડા થઈ ગયા.
બોરિસ બેકરઃ
વર્ષ ૨૦૧૨માં વિશ્વના મહાન ટેનિસ પ્લેયર બોરિસ બેકર પત્ની લિલિ સાથે તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતા. બાદમાં તેમણે બન્ને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. બેકરે ૧૭ વર્ષની ઉંમરે ગ્રેન્ડસ્લૈમ જીત્યો હતો.
તાજમહેલની સાથે જોડાયેલી છે આ પણ એક હકિકત…
Leave a Comment

