નવી દિલ્હી : તાતા સ્ટીલ લિમિટેડે ગુરુવારે કહ્યું હતું કે એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં તેનું કોન્સોલિડેટેડ વેચાણ 22.8 ટકા ઘટીને 52.8 લાખ ટન થયું હતું.ગયા વર્ષે આ ગાળામાં તેનું વેચેણ 68.4 લાખ ટન થયું હતું. કોરોનાને કારણે આ વર્ષે ખાસ્સું ડિસરપ્શન થયું હતું. તાતા સ્ટીલે કહ્યું હતું કે વેચાણ પર અસર થવાને કારણે કંપનીનું કોન્સોલિડેટેડ ઉત્પાદન પણ 28.49 ટકા ઘટીને 55.2 લાખ ટન થયું હતું.ગયા વર્ષે આ ગાળામાં તેણે 77.2 લાખ ટન ઉત્પાદન કર્યું હતું.કંપનીનું ભારતમાં વેચાણ ઘટીને 29.2 લાખ ટન થયું હતું, જે ગયા વર્ષે આ ગાળામાં 39.6 લાખ ટન હતું.ભારતમાં ઉત્પાદન ઘટીને 29.9 લાખ ટન થયું હતું,જે ગત વર્ષે આ ગાળામાં 45 લાખ ટન હતું.
કંપનીનું યુરોપમાં વેચાણ ઘટીને 19.4 લાખ ટન થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 22.6 લાખ ટન હતું. ઉત્પાદન 26.5 લાખ ટનથી ઘટીને 21.4 લાખ ટન થયું હતું. સાઉથ ઈસ્ટ એશિયામાં વેચાણ 4.2 લાખ ટન થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 6.2 લાખ ટન થયું હતું. ઉત્પાદન 5.7 લાખ ટનથી ઘટીને 3.9 લાખ ટન થયું હતું.કંપનીએ કહ્યું હતું કે કોરોનાને કારણે લોકડાઉનને લીધે વેચાણ અને ઉત્પાદન બન્ને પર વ્યાપક અસર થઈ હતી.


