બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે રહેતા પરપ્રાંતીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જોકે યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે સોનીપાર્ક-2 માં આવેલ શિવમ કોમ્પ્લેક્ષમાં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની ભીમકુમાર ગીરજા સાવ(ઉ.વ.23)નાઓએ ગતરોજ 2.45 વાગ્યા પહેલા હરકોઇ વખતે શિવમ કોમ્પલેક્ષ રૂમ નં.18 માં કોઇ અગમ્ય કારણસર સિલીંગમાં લગાવેલ પંખા સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.