બારડોલી : પલસાણા તાલુકાન તાંતીથૈયાની એક મિલમાં કામકરતા કામદાર કાપડ ભરેલી લારીને ધક્કો મારી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યો હતો જે દરમિયાન નીચે થી પસાર થતા વીજ વાયર કચડાઈ જતા કરંટ લાગવાથી કામદારનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર પલસાણાની તાંતીથૈયા ખાતે આવેલ દુર્ગા પ્રોસેસ નામની મીલમાં પોલિસ્ટર ખાતામાં કામકાજ કરતા ધનરાજભાઈ સદાશિવ ભાઈ ચૌહાણ(49)નાઓ રવિવારે બપોરના સમયમાં ખાતામાં કામકાજ દરમિયાન કાપડ ભરેલી લારી ખસેડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા હતા જે દરમિયાન લારી નીચે નજીક મુકેલા ટેબલ ફેનનો વાયર લારી નીચે કચડાઈ જવાથી લોખંડની લારીમાં વિજકરંટ પ્રસરી જવાના કારણે ધનરાજભાઈને હાથમાં ઝટકા સાથે કરંટ લાગવાના કારણે ધનરાજભાઈ નજીક માં સાઈડના પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા મિલના ઇન્ચાર્જ વિક્રમકુમાર ધનરાજભાઈને નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના ડૉક્ટરે ધનરાજ ચૌહાણને મૃત જાહેર કરતા કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.