તાનસા અને મોડક સાગર ડેમ ઓવરફ્લો થવાના આરે પહોંચતાં ચેતવણી

HM News
1 Min Read

મુંબઈ : થાણે જિલ્લાના તાનસા અને મોડક સાગર ડેમના વિસ્તારમાં વરસાદને કારણે આ બંને ડેમ ટૂંક સમયમાં ભરાઈ જવાની શક્યતા છે.આથી આ ડેમ વિસ્તારમાં માના ગ્રામજનો તેમજ તાનસા અને વૈતરણા નદીની આસપાસના ગામોએ તકેદારી રાખવાની અપીલ જિલ્લા વહીવટી તંત્ર વતી કરવામાં આવી છે.મુંબઈ મહાનગરપાલિકાના તાનસા અને મોડક સાગર ડેમ થાણે જિલ્લાની હદમાં છે.આજે તાનસા અને મોડક સાગર ડેમમાં પાણીની સપાટી ૧૨૫.૩૩ મીટર અને ૧૬૧.૩૩ મીટર છે.ચાલુ વરસાદને કારણે આગામી દિવસોમાં બંન્ને ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે.તેથી,જિલ્લા વહીવટીતંત્રે આ બંન્ને ડેમ હેઠળના શાહપુર,ભિવંડી,વાડા,વસઈ અને પાલઘર તાલુકાના ગ્રામજનોને તેમજ તાનસા અને વૈતરણા નદીઓની નજીકના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.પ્રશાસને માહિતી આપી છે કે આ વિસ્તારની સરકારી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *