તાપીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે..અને વ્યારા સેવા સદન સંકુલના કર્મચારી આવાસ બહાર હવે પ્રવેશબંધીના બોર્ડ લગાવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે પહેલા ગામડા, શેરીઓ અને સોસાયટીમાં બોર્ડ લાગ્યા હતા.પરંતુ હવે આવાસ બહાર પણ પ્રવેશબંધીના બોર્ડ લગાવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા 127 કેસો નોંધાયા
રાજ્યમાં નવા 127 કેસો નોંધાયા છે.જ્યારે રાજ્યમાં આંકડો 2066 (CORONA) પહોંચ્યો છે. જે અત્યત ચિંતા જનક છે.ત્યારે હવે કોરોનાનો કહેર અમદાવાદ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભરડો લીધો છે.કોરોનાએ અમદાવાદમાં (CORONA)કહેર મચ્યો છે.પાંચ લોકોના મોત એ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.તે ચોંકાવનારું છે.અમદાવાદનાં ઘાટલોડિયા, દુધેશ્વર, જમાલપુર, શાહિબાગ, નારાણપુરા, ચાંદખેડા, રાયપુર, મેમનગર, હાથિજણ વિસ્તારમાં નોંધાયા.આરોગ્ય સચિવ જંયતિ રવીએ જણાવ્યું કે નારાણપુરા અને ગીતા મંદિરમાં નવા વિસ્તારમાં કેસ નોઁધાયા છે.