By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર
GeneralSurat

તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર

HM News
Last updated: 29/09/2021 10:51 AM
HM News
4 years ago
Share
SHARE

ઉકાઈ ડેમમાંથી જયારે પણ તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે સુરતવાસીઓના જીવ તાળવે ચોંટી જાય છે.શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદે માઝા મૂકી છે.આખા ચોમાસાની કસર આ એક સપ્ટેમ્બર મહિનામાં પુરી થવાની હોય એવો વરસાદ વરસી રહ્યો છે.શરૂઆતમાં લાગતું હતું કે આ વર્ષે ચોમાસુ સારું નહિ જાય પણ છેલ્લા અઠવાડિયાથી શહેર અને જિલ્લામાં જે પ્રમાણે વરસાદ જામ્યો છે તેને જોતા ક્યાંકે લીલો દુકાળ ન પડે તેની ચિંતા ધરતીપુત્રોને પણ સતાવી રહી છે.
ઉકાઇના ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વધ્યો છે તેને લઈને ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હાલ તાપી નદી બંને કાંઠે વહી રહી છે.ઉકાઇના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડ્યો છે. ઉકાઇના ઉપરવાસમાં આવેલા ત્રણ ડેમમાંથી 3,70,000 ક્યુસેક જેટલું પાણી આવ્યું છે.જેથી ઉકાઈ ઓથોરિટી દ્વારા 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.

પરિસ્થિતિને જોતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 52 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.સુરત કોર્પોરેશન દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે.ખાડી પૂરની સંભવિત સ્થિતિને જોતા ડી વોટરિંગ પમ્પ અને ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુરત જિલ્લા કલેકટર આશિષ ઓકના જણાવ્યા પ્રમાણે હાલ સુરત માટે કોઈ ચિંતાનું કારણ નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે.જ્યાં સુધી 3 લાખ ક્યુસેક આઉટફ્લો નહીં થાય ત્યાં સુધી કોઈ ચિંતા નહીં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.છતાં આગોતરા પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.તાપીમાં પાણી વધતા હનુમાન ટેકરી પાસે ફ્લડ ગેટ બંધ પણ કરવામાં આવ્યા છે.

કલેકટરે એ પણ અપીલ કરી છે કે પાણી જ્યાં વધારે માત્રામાં વહેતુ થયું છે તે જગ્યા પર સેલ્ફી લેવા કે હરવા ફરવા લોકો ન જાય. કારણ કે તે જોખમી હોય શકે છે.જે વાવાઝોડાની વાત હતી તેને લઈને તેમણે ઉમેર્યું હતું કે ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે. જોકે હજી 24 કલાક ભારે વરસાદ પડી શકે છે.પણ તે બાદ વાતવરણ ચોખ્ખું થઇ શકે છે.

CCL ચત્રાના આમ્રપાલી પ્રોજેક્ટમાંથી 83 કરોડનો કોલસો થયો ગાયબ, CBIએ કર્યો કૌભાંડનો પર્દાફાશ
19 હજાર રૂપિયાની લાંચ લેતાં મદદનીશ સહકારી અધિકારીને ACBએ રંગેહાથે ઝડપ્યો
રાંતેજ ગામના 71 સભ્યોના ‘ઈશ્વર પરિવાર’નો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં 48મો કુટુંબ મેળો યોજાયો
સુરત જિલ્લા LCBએ બારડોલીના હિદાયત નગર પાસેથી 76 હજારનો દારૂ પકડ્યો
PM મોદીની મુલાકાત દરમિયાન રૂપાણી-પાટીલનો ગજગ્રાહ યથાવત ! (VIDEO)
Share This Article
Facebook Email Print
Previous Article મની લોન્ડ્રિંગ કેસમાં શિવસેના સાંસદ ભાવના ગવલીને EDનું તેડુ
Next Article પીરામલ એન્ટરપ્રાઈઝે DHFLને 38,050 કરોડ રૂપિયામાં ખરીદ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up