વ્યારા : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આઈએએસ અધિકારીઓની બદલી અન્વયે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી તરીકે છેલ્લા ચાર વર્ષથી પ્રશંસનીય કામગીરી કરનાર એચ.કે.વઢવાણીયા-આઈએએસની તાપી કલેક્ટર તરીકે નિમણૂંક થતા વઢવાણીયાએ આજે તા.૨૪-૦૬-૨૧ ના રોજ તેમનો પદભાર સંભાળી લીધો છે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા સહિત ઉચ્ચાધિકારીઓએ કલેક્ટરનું પૂષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ.