– અધિકારીઓ તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા
તાપી : તાપી જિલ્લામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં પાંચ તાલુકાના 3033 ખેડૂતોને વિવિધ સાધનની સહાય આપી હતી.સોનગઢ તાલુકામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉપસ્થિતીમાં 474 લાભાર્થીઓ,ઉચ્છલ ગુ.આદિજાતી નિગમના ડીરેક્ટર પરેશભાઈ વસાવાની ઉપસ્થિતીમાં 416, નિઝર ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને અને માજી મંત્રી કાંતિભાઈ ગામીતની ઉપસ્થિતીમાં 429, કુકરમુંડા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાની ઉપસ્થિતીમાં 402, ડોલવણમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં 427 અને વાલોડમાં બાજીપુરા ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ડીરેક્ટર ઉદય દેસાઈ અને મઢી સુગરના ચેરમેન સમીર ભક્તની ઉપસ્થિતીમાં 411 મળી સમગ્ર જિલ્લામાં 3033 લાભાર્થીઓને સાત જેટલી યોજનાઓ અંતર્ગત સાધનસહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ કે,આપણા કૃષિપ્રધાન દેશમાં ખેડુતને સમૃધ્ધ બનાવવા સરકારે આધુનિક કૃષિ યોજનાઓને અમલી બનાવી છે.સુશાસન દિન ઉજવણીના ભાગરૂપે સાત પગલા ખેડુત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સાત જેટલી યોજનાઓ અમલમાં મુકી છે.તેમ જણાવી તાપી જિલ્લાના તમામ તાલુકા મથકે ખેડૂત કલ્યાણ કાર્યક્રમોનું આયોજન કરીને ત્રણ હજારથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ.
સાધન સહાય થકી ખેડૂતોને ખેતીમાં સરળતા રહેશે.અધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમની આભારવિધી જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે કરી હતી.આ પ્રસંગે કલેક્ટર આર. જે. હાલાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ. બી.ગામીત,આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.આર.ચૌધરી,આદિજાતી વિકાસ કમિશ્નર એચ.એલ.ગામીત,ચીફ ઓફિસર શૈલેષ પટેલ,મહામંત્રી વિક્રમ તરસાડીયા સહિત પદાધિકારી અધિકારીઓ તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.