By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાપી જિલ્લામાં એક જ દિવસમાં નવા ૯ કેસ કોરોના પોઝિટિવનો આંકડો ૪૬ પહોંચી ગયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > તાપી જિલ્લામાં એક જ દિવસમાં નવા ૯ કેસ કોરોના પોઝિટિવનો આંકડો ૪૬ પહોંચી ગયો
GeneralSouth Gujarat

તાપી જિલ્લામાં એક જ દિવસમાં નવા ૯ કેસ કોરોના પોઝિટિવનો આંકડો ૪૬ પહોંચી ગયો

HM News
Last updated: 10/07/2020 9:29 AM
HM News
5 years ago
Share
SHARE

વ્યારા – તાપી જિલ્લામાં વ્યારામાં ૩ તથા ઉચ્છલના ગવાણ ગામમાં ૫ કોરોના પોઝિટિવ કેસ સાથે ગુરુવારે ૯ કેસ બહાર આવતા જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ૪૬ થઇ ચૂકી છે. ઉચ્છલમાં એક જ ગામમાંથી પાંચ-પાંચ યુવાનો સંક્રમિત બન્યા હોવાથી ગભરાટનો માહોલ વ્યાપી ચૂક્યો છે.

તાપી જિલ્લામાં કોરોના ધીમે ધીમે વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. વ્યારાના મરાઠા સ્ટ્રીટના શિક્ષક એવા ૫૪ વર્ષીય સલીમખાનને ગત્ તા.૩૦-૨-૨૦ ના રોજ શરદી,ખાંસી, તાવની તકલીફ શરૂ થઇ હતી.સ્થાનિક સારવાર જેઓએ લીધી હતી.પરંતુ લક્ષણોમાં કોઇ સુધારો ન જણાતા તા.૮-૭-૨૦ ના રોજ વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચતા જેઓના કોવિડ-૧૯ ની ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવતા ગુરુવારે જેમનો કોવિડ-૧૯ પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વ્યારાના રામકબીર નગર સ્ટેશન રોડના રહીશ ૬૧ વર્ષીય અશોકભાઇ દેસાઇને ગત્ તા.૬-૭-૨૦ ના રોજ તાવ,શરદી,ખાંસી તથા અશકિત જેવા લક્ષણો તેમના શરીરમાં જોવા મળતા જેઓ તા.૮-૭-૨૦ ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે તપાસ અર્થે ગયા હતા જ્યાં તેમનું સેમ્પલ લેવામાં આવતા જેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.નગરના ગણેશ નગરના ૩૦ વર્ષીય યુવાન હાર્દિક ચૌધરીનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાં ૨૦ વર્ષીય વિલિયમ વસાવા, ૧૭ વર્ષીય દિનેશ વસાવા, ૧૯ વર્ષીય વિલાસ વસાવા, ૧૬ વર્ષીય પ્રતિક વસાવા, ૧૯ વર્ષીય રોહિત વસાવાના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ગવાણ ગામના રહીશોમાં કોરોના મુદ્દે ફડફડાટ વ્યાપી ગયો છે.ગવાણ ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્ધારા પાંચેય યુવાનોને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં લઇ જવાની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં આજરોજ એકીસાથે ૯ નવા કેસ મળી આવતા તેમજ કોરોનાનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારમાં પણ થઇ ચૂક્યાની જાણ થતા જ ગામડાંઓમાં પણ ગભરાટ વ્યાપી ચૂક્યો છે.જિલ્લાના ગ્રામીણ વિસ્તારો પણ કોરોના મુદ્દે એલર્ટ બની સાવચેતીનો અભિગમ અપનાવે તે જરૂરી છે.તાપી જિલ્લામાં કોરોના કુલ કેસ ૪૬ થઇ ચૂક્યા છે.બીજીતરફ સંક્રમિત કેસો જે સ્થળો ઉપરથી મળી આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્ધારા સરવે સહિતની કામગીરી હાથ ધરી છે.

છૂટાછેડા લેનારું યુગલ બંને સંતાનોને લઈને પ્રવાસે નીકળ્યું અને વિમાન દુર્ઘટનામાં 4નાં મોત
ઈઝરાયલ : જેરુસલેમમાં યહૂદીઓના મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા
સિદ્ધપુર : સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જૂના ડિટેઇન કરેલાં વાહનોની હરાજી પ્રક્રિયા કરાઈ
રાજકોટઃ અઠવાડિયાના વિરામ બાદ ફરી મુખ્ય માર્ગો પર માર્જિન અને પાર્કિંગ ખુલ્લા કરવા સહિતની ઝુંબેશનો આરંભ
ઉદ્યોગપતિઓ હવે ચૂંટણીમાં ફંડ આપજો કહીં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યો બફાટ
Share This Article
Facebook Email Print
Previous Article સૂર્યા મરાઠી હત્યામાં પેરોલ જમ્પ કરનાર રાહુલ એપાર્ટમેન્ટ પકડાયો
Next Article ઇડી શાસક પક્ષના સભ્યોની પણ પૂછપરછ કરે : અહેમદ પટેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up