વ્યારા : તાપી જિલ્લા ભાજપાના પૂર્વ પમુખ બિપીન ચૌધરીએ આજરોજ ગુજરાત પાર્ટી અધ્યક્ષને
રાજીનામું મોકલ્યું હતું તેમાં જણાવ્યુ હતું કે હુ છેલ્લા 12 થી 13 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે.ભારતીય જનતા પાર્ટીએ મને જિલ્લા ભાજપ પ્રમુખ,પ્રદેશ આમંત્રિત કારોબારી મોટી જવાબદારી પણ આપી છે.જેને નિષ્ઠા સાથે નિભાવી છે.અને પાર્ટીનો વ્યાપ વધે તેવા સતત પ્રયત્ન કર્યા હતા.જે બદલ પાર્ટીનો આભારી છુ.
છેલ્લા બે ટર્મથી તાપી જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા અધિકારીઓ સાથે મળીને ખૂબ મોટા પાયે પાયોજના વહીવટ કચેરી સોનગઢ,તેમજ જીલ્લા આયોજન તાપી માંથી આદિવાસીઓના વિકાસ માટેના સરકાર દ્વારા કરોડો રુપિયા ફાળવ્યા છે.તેમાથી ભ્રષ્ટાચાર થયો છે.આ અંગે માન.સંસદના આશિર્વાદ થી જીલ્લાના હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા કરોડો રૃપિયાનું કૌભાંડ આચરેલ છે. જેથી આદિવાસી સમાજનું મોટુ અહિત થયું છે.પક્ષની વિચારધારા અને પક્ષની છબી ખરાબ થઈ છે.જેથી પાર્ટીથી નારાજ થઈ હુ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપુ છું.