બારડોલી : કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત તાપી જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ,ફ્રન્ટ લાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયજુથના કોવિડ વેક્સિનેશનના પ્રિકોશન ડોઝ એલીજીબલ લાભાર્થી,૧૨ થી ૧૭ વયજુથના બીજા ડોઝ માટેના એલીજીબલ લાભાર્થી તથા ૧૮+વયજુથના બીજા ડોઝ ડ્યુ લાભાર્થીઓને વહેલી તકે આવરી લેવા માટે તાપી જીલ્લામાં કૂલ 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,241 હાઉસ ટુ હાઉસ ટીમ અને 14 મોબાઈલ ટીમ દ્વારા કોવિડ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મેગા ડ્રાઈવમાં જીલ્લા પંચાયત,તાપીના પ્રમુખ સુરજ વસાવાએ એમનો ડ્યુ પ્રીકોસન ડોઝ લઈ જીલ્લાની જનતાને વેક્સિન લેવા પ્રેરિત કર્યા.
કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ દરમ્યાન ૧૨ થી ૧૭ વયજુથમાં પ્રથમ ડોઝ-111 બીજો ડોઝ-.2728,૧૮ થી વધુ વયજુથમાં પ્રથમ ડોઝ 41,બીજો ડોઝ-1161,તથા પ્રિકોશન ડોઝ ડ્યુ પૈકી કૂલ-6468 ને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.આમ,સાંજે 5-00 સુધી કૂલ-10509 વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ હતુ અને કામગીરી મોડી સાંજ સુધી ચાલશે.તેમજ આવતીકાલે પણ ઝુંબેશ ચાલુ જ રહેશે જેથી જેમની રસી ડ્યુ હોય તેઓને રસી મુકાવવા અપીલ કરી.ડો.પાઉલ વસાવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.