By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાપી નદીમાં પૂર જેવી સ્થિતિ : અડાજણમાં ઘૂસ્યા પાણી, 7 પરિવારોને ખસેડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > તાપી નદીમાં પૂર જેવી સ્થિતિ : અડાજણમાં ઘૂસ્યા પાણી, 7 પરિવારોને ખસેડાયા
GeneralSurat

તાપી નદીમાં પૂર જેવી સ્થિતિ : અડાજણમાં ઘૂસ્યા પાણી, 7 પરિવારોને ખસેડાયા

HM News
Last updated: 30/09/2021 7:03 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે.તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે.વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો.દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયા છે.ઉકાઈ ડેમ ઓવરફ્લો થતા તાપી નદીના નીચાણવાળા ભાગમાં રહેતા લોકો પર સંકટ મંડરાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. હાલ ડેમમાં 2,42,176 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.તો સામે ડેમમાંથી 2,07,253 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.ડેમના 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમના 15 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે.હાલ ડેમની સપાટી 342.15 ફૂટ પર પહોંચી છે.ડેમની ભયનજક સપાટી 345 ફૂટ પહોંચી છે.ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડતા નદી કિનારેના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત વિયર કમ કોઝવેની સપાટી 9.6 મીટર થઈ છે.કોઝવેથી પાણીની જાવક 253662 ક્યુસેક છે.સુરત અડાજણ રેવાનગરના લોકોને રાત્રે સ્થાનાંતર કરાયા છે.બે લાખ ક્યુસેક પાણી છોડતા તમામને સ્થાનાંતર કરાયા છે. નજીકની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે.મોડી રાત્રે તમામને તકેદારીના ભાગે શિફ્ટ કરાયા છે.મેયર મોડી રાત્રે રેવા નગર પહોંચ્યા છે.

રેવા નગરમાં તાપીના પાણી ઘૂસ્યા

તાપી નદીમાં પાણીનું લેવલ વધતા સુરતના રેવા નગરમાં પાણી ભરાયા છે.મોડી રાત્રે 7 પરિવારોને સરકારી સ્કૂલમાં ખસેડાયા હતા. હાલ તમામ લોકોની હાલત દયનીય બની છે.આ પરિવારોનો મોટાભાગનો સામાન પાણીમાં ગરકાવ થયો છે.મનપા નુકસાની વળતર ચૂકવે તેવી તેમણે માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં આ સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક 16 ઇંચ વરસાદ નોંધાયો છે.સીઝનનો 52 ટકા વરસાદ માત્ર 28 દિવસમાં વરસ્યો છે.

Appleએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G iPhone, જાણો સંપૂર્ણ વિગત
ગોપાલ ઈટાલીયાના માણસોએ રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખને હત્યાની ધમકી આપી?
ગુજરાતમાં હેરોઈનનું જંગી કન્સાઈનમેન્ટ ઝડપાયું, ATSએ મુન્દ્રા પોર્ટ પરથી 350 કરોડનો માલ જપ્ત કર્યો
લાલુજી એન્ડ સન્સ ગુજરાતમાં પણ બ્લેકલિસ્ટ થાય તેવી સંભાવના
સ્વીટી પટેલ અને અજય દેસાઇનો કેસ મજબુત કરવા પોલીસે સેંકડો કિલો રેતી અને માટી ચાળી નાખી
Share This Article
Facebook Email Print
Previous Article અમિત જેઠવા મર્ડર કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધાને મળ્યા જામીન
Next Article રાજુ ભટ્ટે કબૂલ્યુ, ‘યુવતી સાથે એકવાર નહિ, ચારવાર સંબંધ બાંધ્યો હતો, પણ મરજીથી…’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up