સાપુતારા : પાર તાપી નર્મદા રિવર લિંક યોજનાને રાજ્ય સરકારના મંત્રી ના પ્રતિનિધિ મંડળે કેન્દ્રમાં કરેલ રજુઆત બાદ યોજના સ્થગિત કરી દેવાતા ડાંગવાસીઓમાં ખુશી છવાઈ જવા સાથે ભાજપ સંગઠન દ્વારા જાહેર કાર્યક્રમ યોજી નિર્ણયને આવકાર્યો હતો.
ઘણા સમયથી પાર તાપી નર્મદા લિંક પરિયોજના સંદર્ભે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી આદિવાસી એકતા સંગઠનના ઓથા હેઠળ ચોક્કસ પ્રકારના પક્ષ દ્વારા ચલાવાય રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.જે અનુસંધાને કોઈપણ આદિવાસી સમાજને લિંક યોજના થકી નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી,નાણાંમંત્રી નિર્મલા સીતારમનજી,જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ સેખાવતજીની સાથે રાજ્ય સરકારના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષ સ્થાને મંત્રી નરેશભાઈ પટેલ,જીતુભાઈ ચૌધરી,કુબેરભાઈ ડીંડોર,વિધાનસભા દંડક રમેશભાઈ કટારા,સંસદ ડો.કે.સી.પટેલ,પ્રભુભાઈ વસાવા,મનસુખભાઇ વસાવા,શ્રીમતી ગીતાબેન રાઠવા,શ્રીમતી રમીલાબેન બારા,પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભભોર,પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવા,ધારાસભ્યો શ્રી વિજયભાઈ પટેલ,મોહનભાઇ ધોડિયા,અરવિંદભાઈ પટેલ,શૈલેષભાઈ ભાભોર,ઉપસ્થિત રહી ધારધાર રજૂઆતો કરી હતી.જેના કારણે રાજ્યના કોઈપણ આદિવાસી સમાજનું અહિત ન થાય તેવા સંજોગોમાં યોજનાને તત્કાળ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજ્ય સરકારના પ્રતિનિધિ મંડળે કરેલ રજૂઆતને કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા સ્વીકાર કરી યોજના સ્થગિત કરવાના નિર્ણયને ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત,જિલ્લા મહામંત્રી કિશોરભાઈ ગાંવીત,રાજેશભાઈ ગામીત,હરીરામ સાવંત,ગીરીશભાઈ મોદી,સંજય વહેવારે,પ્રવીણ આહિરે,હરિચંદ ભોયે,મહિલા મોરચા પ્રમુખ સુમનબેન દળવી,યુવા મોરચાના જીગરભાઈ પટેલ સહિત વિવિધ મોરચા સંગઠન ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આદિવાસી સમાજના હિત માં આવેલ નિર્ણયને આવકારી વધાવી લેવામાં આવી હતી.


