– ભ્રષ્ટાચારનો ભોગ બન્યા વગર હિંમતથી અવાજ ઉઠાવવા અપીલ
તાપી : તાપી જિલ્લા એસીબીએ છેલ્લા ચાર વર્ષમાં તાપી જિલ્લામાં લાંચ લેવા બદલ 29 જેટલા ગુનાઓ નોંધાયા હતા.જેમાં સરકારી અને ખાનગી વ્યક્તિઓ અને લાંચ લેતા ઝડપી લીધા હતા.ગત વર્ષ 2020માં નવ વ્યક્તિઓને લાંચના આરોપસર પકડી લેવાયા હતા.લાંચ સંબંધી ફરિયાદ મળેતો એસીબી લાંચ માગનાર વ્યક્તિઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે.તાપી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં સરકારી અને ખાનગી વ્યક્તિઓ દ્વારા લાંચ માંગવાના પ્રકરણમાં 29 જેટલા ગુનામાં 29થી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
ગત વર્ષ 2020માં તાપી જિલ્લા એસીબી માટે સફળ રહ્યો હતો. ક્લાસ વન સહિત કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ ગુના નોંધીને સફળ કામગીરી કરી હતી. જેના પગલે તાપી જિલ્લામાં એસીબીની મહત્વની કામગીરી બની ગઈ હતી.આ અંગે એસીબીના પીઆઇ દેસાઈએ જણાવ્યું હતું કે તાપી જિલ્લાના પ્રજાજનોએ કોઈપણ જગ્યાએ પોતાની સાથે અથવા અન્ય સાથે થતા ભ્રષ્ટાચારને નજર અંદાજ કરવા કરતા હિમ્મતથી અવાજ ઉઠાવી તેને નાબૂદ કરવા તાપી એસીબીનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 1064નો સંપર્ક કરવો.
2020માં પકડાયેલા લાંચના આરોપીઓ
{ ખેંગારભાઇ કેશરભાઈ ગઢવી , વર્ગ -3, ક્ષેત્ર નિરીક્ષક, ગુજરાત જમીન વિકાસ નિગમ { શ્રી કૃષ્ણકુમાર ગોરેલાલ ઉપાધ્યાય વર્ગ-2, તત્કાલિન મદદનીશ નિયામક (જ.સં) ગુજરાત જમીન વિકાસ નિગમ તાપી { રમેશભાઇ કેશવભાઈ વસાવા, વર્ગ -3 ક્ષેત્ર મદદનીશ ગુજરાત જમીન વિકાસ નિગમ { ભરતભાઈ મંગળભાઇ પટેલ, વર્ગ-1, જીલ્લા શિક્ષણાધિકારી તાપી અને રવિન્દ્રકુમાર શંકરલાલ પટેલ વર્ગ-3, સીનીયર કલાર્ક, જીલ્લા શિક્ષણ્ણાધિકારીની કચેરી { પરિક્ષિતભાઈ પ્રકાશભાઇ ચૌધરી વર્ગ-2 બાગાયત અધિકારી તાપી વ્યારા અને નરેન્દ્ર ઉર્ફે નન્દુ ભીલાભાઈ ગામીત (ખાનગી વ્યક્તિ) { અનિલભાઇ રામજીભાઇ ડભેલકર, વર્ગ-3 હેકો વ્યારા પોલીસ સ્ટેશન તાપી { યશવંતભાઈ સોનુભાઇ પવાર વર્ગ- 3 આ પોકો પોલીસ હેડકવાર્ટર મુખ્ય મથક તાપી.


