તામિલનાડુમાં દારૂની દુકાન ખૂલ્યા બાદ માત્ર એક જ દિવસમાં 164 કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો.આ દરમિયાન મદુરાઇમાં એક દુકાન બહાર એક શખ્સ દારૂની બોટલની પૂજા કરતો દેખાયો.તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ શખ્સે દુકાનના પગથિયા પર માટીનો દીવો સળગાવ્યો અને દારૂની બોટલ ખરીદ્યા બાદ તેની પૂજા કરવા લાગ્યો. તામિલનાડુ સરકારે રાજ્યવ્યાપી લોકડાઉનને 29 જૂન સુધી વધારી દીધું છે,જોકે રાજ્ય સરકારે 27 જિલ્લાઓમાં સીમિત સમય માટે તામિલનાડુ રાજ્ય વિપરણ નિગમ (TASMAC) દારૂની દુકાન ખોલી દીધી છે.
સરકારના આદેશ બાદ દુકાનો ખૂલી તો લોકો ત્યાં દારૂ લેવા પહોંચી ગયા.તેમાંથી એક શખ્સ દારૂની પૂજા કરતો નજરે પડ્યો.દારૂની દુકાનમાં ઉપસ્થિત કેટલાક લોકોએ આ આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો.હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જ્યારથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન અને પ્રતિબંધ લાગુ થયા છે,ત્યારથી દેશભરમાં દારૂ સાથે જોડાયેલી ઘણી અજીબોગરીબ ઘટનાઓ સામે આવી છે.
આ પહેલા એપ્રિલમાં દિલ્હીમાં દારૂ ખરીદવા પહોંચેલી વૃદ્ધ મહિલા ચર્ચાનો વિષય બની હતી.તેણે દારૂને લઈને જે વાત કહી હતી એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ હતી,તામિલનાડુની 5,338 દુકાનોમાંથી સોમવારે 2,900 દુકાનો ફરી ખૂલી ગઈ છે.આ દરમિયાન મદુરાઇ વિસ્તારમાં સૌથી વધારે 49.54 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો, ત્યારબાદ ચેન્નાઈ વિસ્તારમાં 42.96 કરોડ રૂપિયા, સલેમ વિસ્તારમાં 38.72 કરોડ અને ત્રિચી વિસ્તારમાં 33.65 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો.
પટ્ટાલી મક્કલ કાચી (PMK)ના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. એસ. રામદાસે રાજ્ય સરકાર પાસે દારૂ પર પોતાની નીતિ પર ફરીથી કામ કરવા અને રાજ્યના લોકોના માટે સ્વાસ્થ્ય માટે રાજ્યમાં પૂર્ણ દારૂબંધી કરવાનું આહ્વાન કર્યું છે.તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલિનનો દાવો છે કે રાજ્યમાં ગેરકાયદેસર દારૂ બનાવવા સાથે સાથે પાડોશી રાજ્યોમાંથી તસ્કરીને રોકવા માટે TASMACની દુકાનોને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

