કાબુલ, તા. 21 ઓગસ્ટ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકવાદીઓએ ભારતીય કોઑર્ડિનેટર Zohibનું અપહરણ કરી લીધુ છે.તેઓ કાબુલમાં ફસાયેલા લોકોને નીકાળવા માટે ત્યાં ગયા હતા.આતંકીઓએ તેમનો ફોન છીનવી લીધો છે.આ સિવાય 150 ભારતીય પણ લાપતા છે. તેમની કોઈ જાણકારી નથી.
ભારતીય વાયુસેનાનુ C17 ગ્લોબમાસ્ટર ગત રાતનું કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત છે પરંતુ ભારે ભીડના કારણે ભારતીય એરપોર્ટમાં એન્ટ્રી લઈ શક્યુ નહીં.તાલિબાને રાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને આપી દીધી છે.હક્કાની નેટવર્કના આતંકી કાબુલના રસ્તાથી લઈને એરપોર્ટ સુધી તૈનાત છે.
આ દરમિયાન હક્કાની નેટવર્કના મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની પણ કાબુલમાં જોવા મળ્યા.તેની ઉપર અમેરિકાએ 5 મિલિયન ડૉલર એટલે કે 37 કરોડ રૂપિયા કરતા વધારેનુ ઈનામ રાખ્યુ છે.ખલીલે મસ્જિદમાં દલીલ પણ કરી. તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાનની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે.
અફઘાનિસ્તાન તરફથી ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.અલ-ઇત્તેહા રૂઝના અહેવાલ અનુસાર, લગભગ 150 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.આમાંથી મોટાભાગના લોકો ભારતીય હોવાનું કહેવાય છે.કાબુલ એરપોર્ટ નજીક આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. અલ-ઇત્તેહાએ સૂત્રોને ટાંકીને કહ્યું કે હાઇજેકર્સ તાલિબાન સાથે જોડાયેલા હતા અને તેઓ આઠ મીનીવાનમાં લોકોને તર્ખીલમાં લઇ ગયા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે અપહરણકર્તાઓએ લોકોને બીજા ગેટથી એરપોર્ટ પર લઈ જવાની વાત કરી હતી,પરંતુ તેઓ લોકોને ક્યાં લઈ ગયા છે,તે બાબતો હજુ સ્પષ્ટ નથી.તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વસીકે 150 થી વધુ લોકોના અપહરણના આરોપોને નકાર્યા છે.અત્યાર સુધી ભારત સરકારે અલ-ઇત્તેહાના આ અહેવાલ પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો તે પહેલા જ પરિસ્થિતિ જોતા ભારત સરકાર ત્યાંથી ભારતીયોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.પરંતુ હજુ પણ અફઘાનિસ્તાનમાં ઘણા ભારતીયો ફસાયેલા છે, તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.