By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાલિબાન કરતા પણ ખતરનાક આતંકી સંગઠનની અફઘાનિસ્તાનમાં એન્ટ્રી, ભારત માટે પણ ચિંતાનો વિષય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાલિબાન કરતા પણ ખતરનાક આતંકી સંગઠનની અફઘાનિસ્તાનમાં એન્ટ્રી, ભારત માટે પણ ચિંતાનો વિષય
GeneralInternational

તાલિબાન કરતા પણ ખતરનાક આતંકી સંગઠનની અફઘાનિસ્તાનમાં એન્ટ્રી, ભારત માટે પણ ચિંતાનો વિષય

HM News
Last updated: 07/05/2022 5:04 AM
HM News
3 years ago
Share
SHARE

ન્યૂયોર્ક,6 મે,2022,શુક્રવાર : ઇસ્લામિક આતંકવાદની પ્રયોગભૂમિ ગણાતા અફઘાનિસ્તાન પર કટ્ટરપંથી તાલિબાની સંગઠનનો કબ્જો છે પરંતુ તાલિબાનીઓથી પણ ખતરનાક ગણાતા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.અમેરિકાએ 20 વર્ષ પછી પોતાની આર્મી અફઘાનિસ્તાનમાંથી ખસેડી લીધી એ પછી તાલિબાનીઓ વિરુધ આતંકી સંગઠનો સક્રિય બન્યા છે. મસ્જિદોમાં થઇ રહેલા હુમલાઓ સહિતની હિંસક ઘટનાઓ માટે ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જવાબદાર હોવાનું મનાય છે.ઇસ્લામિક સ્ટેટની ક્રુરતા ઇરાક અને સીરિયામાં દુનિયાએ જોઇ છે એ જોતા આ સંગઠન તાલિબાની સંગઠન કરતા પણ ખતરનાક છે.

નિષ્ણાતોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની શાખા ઇસ્લામિક સ્ટેટ (ખોરાસન) આઇએસઆઇએસ- કે પહેલાથી જ સક્રિય છે.સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ નબળું પડયું હોવાથી તે અફઘાનિસ્તાનમાં પોતાનું વજૂદ સ્થાપવા પ્રયત્નશીલ છે.તાલિબાની સંગઠનથી નારાજ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટમાં જોડાઇ રહયા છે.એક અંદાજ મુજબ 2000 જેટલા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ હોવાની શકયતા છે

અમેરિકાના ચેરમેન ઓફ ધ યૂએસ જોઇન્ટ ચિફસ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલેએ તો એવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઇસ્લામિક સ્ટેટ અને બીજા આતંકવાદી ગ્રુપો અફઘાનિસ્તાનમાં ફરી સંગઠીત થવાનો પ્રયાસ કરી રહયા છે.જો કે હજુ તેમાં સફળ થયા નથી પરંતુ આતંકી જૂથો અફઘાનિસ્તાનમાં નશીલા પદાર્થોની દાણચોરી કરીને ફંડ પણ એકઠું કરી રહયા છે.આ વાત જનરલ માર્ક મિલેએ સંરક્ષણમંત્રી લોયડ ઓસ્ટીનની હાજરીમાં સીનેટમાં કરી હતી.જો કે અમેરિકા માટે આનો કોઇ ખતરો હોવાનો ઇન્કાર કર્યો હતો.

ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં મજબૂત બને તેનો ભારતને પણ ખતરો છે.પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓની પણ પરેશાની વધી શકે છે.ચીનના શિનચિંયાગ પ્રાંતમાં ઉઇગૂર મુસ્લિમો રહે છે. ચીન સરકાર તેમના પર અત્યાચારો કરે છે આથી ઇસ્લામિક સ્ટેટ શિનચિંયાગમાં પણ પોતાનું નેટવર્ક વિસ્તારી શકે છે.સમગ્ર દક્ષિણ એશિયાની સ્થિરતા અને શાંતિ પર ઇસ્લામિક સ્ટેટ અસર કરી શકે છે.

જો કે અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાની સંગઠને ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોવાનો ઇન્કાર કર્યો છે.ઇસ્લામિક અમિરાત (અફઘાનિસ્તાન)ના પ્રવકતા જબીહુલ્લાહ મુજાહિદે કહયું કે આઇએસના છુપા સ્થળોનો નાશ કરેલો છ.હવે તે હોવાની શકયતા નહિવત છે.સ્કૂલો અને મસ્જિદ પર કેટલાક હુમલાઓ થયા છે પરંતુ તે ખાસ કાર્યવાહી નથી.

પુતિન દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે : CIA
ગુજરાત, દિલ્હી, મુંબઇ સહિત અનેક સ્થળોએ હુમલાની અલકાયદાની ધમકી
પીઢ ટીવી-ફિલ્મ અને નાટય કલાકાર સલીમ ગૌસનું નિધન
PM મોદી માત્ર ગુજરાતને નહીં, તમામ રાજ્યોને પોતાના બાળકોની જેમ જુએ : રાજ ઠાકરે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા ,કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટનમાં ફેસબુક-ગૂગલ જેવી કંપનીઓ માટે સ્પર્ધાના નવા નિયમો લાગુ પડશે
Next Article ઈન્સ્ટાગ્રામ સ્ટારે મંદિરના પવિત્ર વૃક્ષ નીચે નગ્નાવસ્થામાં કરાવ્યું ફોટોશૂટ, થઈ શકે છે 6 વર્ષ સુધીની જેલ અથવા…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up