નવી દિલ્હી તા. ૨૦ : અફઘાનિસ્તાન હવે આતંકવાદનાં ઓછાયા હેઠળ છે, ખૂંખાર તાલિબાનીઓ માનવતાના સૌથી મોટા દુશ્મન છે તે હવે દેશ પર રાજ કરવા જઈ રહ્યા છે.આખા અફઘાનિસ્તાનમાં તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે.લોકો પોતાના જીવ બચાવવા માટે પ્લેનનાં પૈડાંમાં લટકી જવા મજબૂર છે ત્યારે તાલિબાનીઓ હવે ભારતના દૂતાવાસને પણ છોડી નથી રહ્યા.
ભારતમાં પણ તાલિબાનનાં કેટલાક સમર્થકો ખૂલીને સામે આવી ગયા છે અને કહી રહ્યા છે કે તાલિબાને તો ભારતના એક પણ લોકોને માર્યા નથી.એવામાં કાબુલથી એક રિપોર્ટ સામે આવ્યો છે.આ રિપોર્ટ અનુસાર તાલિબાનનાં આતંકવાદીઓ કંધાર અને હેરાતમાં ભારતીય દૂતાવાસમાં પહોંચ્યા અને આખા દૂતાવાસમાં ઉથલપાથલ મચાવી હતી.
રિપોર્ટમાં કરાયેલ દાવા અનુસાર તાલિબાનીઓએ ભારતના દૂતાવાસમાં તિજોરીમાં દસ્તાવેજો તપાસ્યા હતા અને તે બાદ કાર પણ ઉઠાવી ગયા હતા.કંધારથી મળેલ રિપોર્ટ અનુસાર તાલિબાનના લડાકૂઓએ ભારતીય દૂતાવાસમાં તાળાં તોડી નાંખ્યા અને અંદર દાખલ થઈને દસ્તાવેજો તપાસ્યા.દૂતાવાસની બહાર પાર્ક વાહનો ઉપાડી ગયા. હેરાતમાં પણ તાલિબાનોએ એજ કામ કર્યું.
અફઘાનિસ્તાનમાં તાલિબાઓની શકિત અનેકગણી વધી ગઈ છે.અફઘાન સેનાએ સરેન્ડર કરી દેતા તાલિબાને સમગ્ર દેશ પર કબજો જમાવી લીધો છે અને હવે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકાના હથિયારો પણ જપ્ત કરી લીધા છે.આ હથિયારોમાં UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર પણ સામેલ છે.આ ખુલાસો થયો છે અમેરિકન રિપબ્લિકન પાર્ટીના એક પત્રમાં.રિપબ્લિકન પાર્ટીના સેનેટ સભ્યોએ બાઈડેન તંત્રને એક પત્ર લખ્યો છે અને તાલિબાનના હાથમાં લાગેલા અમેરિકી હથિયારો અંગે જવાબદારી નક્કી કરવાની માગ કરી છે.પત્રમા કહેવાયું કે હાઈટેક મિલિટ્રી હથિયાર જેને અમેરિકી નાગરિકોના પૈસાથી ખરીદવામાં આવ્યા છે જે આજેતાલિબાનઅને આતંકી સંગઠનના હાથ લાગ્યા છે.આ હથિયારોને સુરક્ષિત રાખવા સરકારની જવાબદારી હોવી જોઈએ.જવાનોને પરત બોલાવતા પહેલા હથિયારોને પોતાની પાસે રાખવા જરૂરી હતા.