ન્યુ દિલ્હી,તા.૨૨
નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ૪ દોષિતોને તિહાર જેલ પ્રેશાસન દ્વારા લેખીતમાં સૂચના આપવામાં આવી છે કે, તેઓ તેમના પરિવાર સાથે ક્યારે અંતિમ મુલાકાત કરવા ઈચ્છે છે તે જણાવી દે. નવા આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મુકેશ અને પવન પરિવાર સાથે અંતિમ મુલાકાત કરી ચૂક્યા છે. સાપ્તાહિક મુલાકાત અત્યારે ચારેય લોકોની ચાલુ છે.
નિર્ભયાના ચારેય દોષિતોને ૩ માર્ચે સવારે ૬ વાગે ફાંસી આપવાનું ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે૧૭ ફેબ્રઆરીએ આ નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. નોંધનીય છે કે, કાયદાકીય પેંતરાઓના કારણે નિર્ભયાના દોષિતોની ફાંસી સતત ટળી રહી છે.
નિર્ભયા ગેંગરેપ કેસમાં ૪ દોષિત મુકેશ કુમાર સિંહ, વિનય કુમાર શર્મા, અક્ષય અને પવન ગુપ્તાને ફાંસી થવાની છે. ચારમાંથી પવન સિવાયના ત્રણ દોષિતે ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજી કરી દીધી છે, પરંતુ તે ફગાવી દેવામાં આવી છે. આમ, મુકેશ, વિનય અને અક્ષયને ફાંસી આપવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. જ્યારે ચોથા દોષી પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજીના બંને વિકલ્પો બાકી છે.
પવન ગુપ્તા જો પોતાના વિકલ્પોનો ઉપયોગ કરે છે તો ૩ માર્ચના રોજ ફાંસી પણ ટળી શકે છે. જો પવનની તરફથી ફાંસીના દિવસથી ઠીક પહેલાં એટલે કે ૨૯મી ફેબ્રુઆરી બાદ ક્યુરેટિવ પિટિશન દાખલ કરાય છે તો તેની સુનવણીમાં સમય લાગતા ૩ માર્ચના રોજ સવારે ફાંસી ટળી શકે છે. આ સિવાય પવનની પાસે બીજો એક વિકલ્પ એ પણ છે કે તેઓ રાષ્ટ્રપતિની પાસે દયા અરજી માંગશે અને જ્યાં સુધી રાષ્ટ્રપતિની તરફથી આ સંબંધમાં કોઇ નિર્ણય ના આવે તેના લીધે પણ મોડું થઇ શકે છે.
તિહાડ જેલ પ્રશાસને નિર્ભયાના દોષીઓને પૂછયું, ‘પરિવારને ક્યારે મળશો’
Leave a Comment