એન્ટાલ્યા, તા.૨૩ : ભારતીય મેન્સ કમ્પાઉન્ડ ટીમે એન્ટાલ્યા ખાતે ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.અભિષેક વર્મા, રજત ચૌહાણ અને અમન સૈનીએ શાનદાર દેખાવ કરતાં ફાઈનલમાં ફ્રાન્સને એક પોઈન્ટથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.વર્ષ ૨૦૧૭ પછી ભારતે પહેલી વખત વર્લ્ડ કપ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અલબત્ત, ભારતના અભિષેક વર્મા અને મુસ્કાન કિરારની જોડી મિક્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ક્રોએશિયા સામે એક પોઈન્ટથી હારી ગયા હતા.વર્મા-કિરારની જોડીનો ૧૫૬-૧૫૭થી પરાજય થયો હતો.હવે ભારતને રેક્યુર્વે મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા છે.ભારતના તરૃણદિપ રાઈ અને રિધી ફોરની જોડી ગોલ્ડ મેડલ મેચ રમશે. ભારતે સેમિ ફાઈનલમાં સ્પેનને ૫-૩થી હરાવીને ટાઈટલ જંગ માટે ક્વોલિફાય કર્યું હતુ.


