અમદાવાદ : ઇસનપુરમાં ચાર શખ્સોએ પરિવારના સભ્યો ઉપર ઘાતક હુમલો કર્યો હતો.જેમાં આરોપીએ આવીને તું મારી ભાણી સાથે કેમ વાતચીત કરે છે કહીને યુવકને પાઇપ માર્યો હતો છોડાવવા વચ્ચે પડાનાર ભાઇ અને માતાને ઢોર માર મારીને આરોપીઓ ભાગી ગયા હતા.યુવકને પાઇપ માર્યો ભાઇ અને માતાને ઢોર માર મારી ચાર શખ્સો ભાગી ગયા ઃ ઘાયલ પરિવારના ત્રણ સભ્યો સારવાર હેઠળ
આ કેસની વિગત એવી છ ેકે ઇસનપુર વિસ્તારમાં રામવાડી ટેકરા પાસે અંકિત સોસાયટી નજીક માટલા વાળી ચાલીમાં રહેતા રાહુલભાઇ ગોવિંદભાઇ ઠાકોર(ઉ.વ.૨૪)એ ઇસનપુર પોલીસ સ્ટેેશનમાં વટવા ચાર માળીયા મકાનમાં રહેતા નવઘણ ુપ્રભાતભાઇ વસાવા તથા ભૈયલું પ્રભાતભાઇ વસાવા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૪ના રોજ રાતે યુવક ઘર પાસે હાજર હતો આ સમયે નવઘણે આવીને કહ્યું કે તું મારી ભાણી સાથે કેમ વાતચીત કરે છે,તેમ કહીને ગાળો બોલતો હતો.
યુવકે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને બે ભાઇએ યુવકને માર માર્યો હતો આ સમયે ભૈયલુંએ લોખંડની પાઇપ માથામાં મારી હતી જ્યાં યુવકને માતા અને ભાઇ છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓ માતા અને ભાઇને ઢોર માર મારીને આરોપીઓ નાસી ગયા હતા.ગંભીર રીતે ઘાયલ ત્રણેય એલ.જી.હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે,ઇસનપુર પોલીસે ગુનો નોેંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.