અમદાવાદ : હોટલ બંધ કરીને હોટલનો માલિક ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા શખ્સે માલિકને રોકીને તું હોટલ બંધ કરીને જતો રહેજે તેમ કહીને ઝઘડો કરીને હોટલના માલિક પર છરી વડે હુમલો કરીને ઘા મારી દીધા હતા.હોટલના માલિકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે સરદારનગર પોલીસે હુમલાખોરના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નાના ચિલોડા નજીક રહેતા અને એટલાન્ટા બિઝનેસ હબમાં અન્નપૂર્ણા ફૂડ હબ હોટલ ભાડેથી ચલાવતા મુકેશ વલેચા રાત્રે હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે શાલીગ્રામ રોડ નજીક એક અજાણ્યા બાઈકચાલકે તેમને રોક્યા હતા અને અન્નપૂર્ણા ફૂડ હબનો માલિક છે તે બંધ કરીને જતો રહેજે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો.મુકેશભાઈએ મારે ઘરે જવું છે તેમ કહેતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સે મુકેશભાઈ પર છરી વડે હુમલો કરીને ઘા મારી દીધા હતા.મુકેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા.બાદમાં આ અજાણ્યા શખ્સે જો તું હોટલ બંધ કરીને નહીં જાય તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો.આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.આ અંગે મુકેશભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તું હોટલ બંધ કરી દેજે કહી હોટલ માલિક પર છરી વડે હુમલો

Leave a Comment