એજન્સી,ઈસ્તાંબુલ
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.તેમના રાજીનામા પાછળનું કારણ દેશમાં બે દિવસો સુધી લાગુ કરાયેલા ફર્ફ્યુથી પહેલા શોર્ટ નોટિસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગૃહમંત્રી સુલેમાન સોયલુએ ટ્વિટર પણ જણાવ્યું છે કે,તુર્કીના મુખ્ય શહેરોમાં કોરોના વાયરસ રોકવા માટે બે દિવસ સુધી લાગુ કરવામાં આવેલા ફર્ફ્યુને કારણે તેઓ તેમના પદેથી રાજીનામું આપી રહ્યા છે.
તુર્કીએ શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી તેઓ વીકેન્ડમાં બે દિવસનું લોકડાઉન કરવા જઈ રહ્યા છે.જો કે લોકડાઉનની જાહેરાત પહેલા સમય ઘણો ઓછો હોવાથી લોકો ઈસ્તાંબુલ અને અન્ય શહેરોમા ખાણી-પીણીની વસ્તુઓ ખરીદી કરતા જોવા મળ્યા હતા