નવી દિલ્હી : તા.4 જુન 2022, શનિવાર : ભારતીયો આજકાલ છેલ્લા 8 વર્ષના સૌથી ભયંકર મોંઘવારીના વિષચક્રમાં પિસાઈ રહ્યાં છે પરંતુ ભારતની સાથે વિશ્વની પણ હાલત કફોડી જ છે.અમેરિકામાં મોંઘવારી દર 4 દાયકાની ટોચે પહોંચ્યા બાદ હવે તુર્કીમાં પણ મોંઘવારીનો દર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે.તુર્કીશ સરકારના આધિકારીક આંકડા અનુસાર ગત મહિને ફુગાવાનો દર 23 વર્ષની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો.
આ સાથે 790 અબજ ડોલરના અર્થતંત્રમાં મહામંદીના આશંકા છે.દેશની આંકડાકીય એજન્સીના ડેટા અનુસાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મે મહિનામાં વાર્ષિક ધોરણે 73.5 ટકા વધ્યો હતો,જે ઓક્ટોબર 1998 પછીનું ઉચ્ચતમ સ્તર છે.1998માં તુર્કી અસ્થિર ગઠબંધન સરકારો અને આર્થિક ઉથલપાથલથી પ્રભાવિત થયું હતુ ત્યારે મોંઘવારી આ લેવલે હતી.ગમે તે દેશની મહત્વની જરૂરિયાત ખાદ્ય ચીજોનો મોંઘવારી દર વાર્ષિક ધોરણે 91.6 ટકા વધ્યો છે.ઊંચા વ્યાજ દરના કટ્ટર વિરોધી ઈર્ડોગાને ગત વર્ષે ડિસેમ્બરમાં જ સેન્ટ્રલ બેંકને મોંઘવારી છતા દેશમાં વ્યાજદરમાં ઘટાડા કરવા અને સસ્તા ઉધાર માટે આદેશ કર્યો હતો.રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેઓ એક નવું આર્થિક મોડલ શરૂ કરી રહ્યા છે જે સસ્તા લીરા અને નિકાસમાં તેજીનો ઉપયોગ કરીને દેશની લાંબા સમયથી ચાલતી વેપાર ખાધને દૂર કરીને ફુગાવાને સદંતર કાબૂમાં લેવા કાર્યરત રહેશે.