નવી િદલ્હી : તુર્કીમાં સોનાનો એક મોટો ખજાનો મળ્યો છે.આ સોનાના ખજાનાનું કુલ વજન 3.5 મિલિયન અર્થાત 99 ટન આંકવામાં આવ્યું છે. જો વાત કરીએ કિંમતની તો આ સોનુ લગભગ 6 અબજ ડોલર એટલે કે 44000 કરોડ રુપિયાનું છે.આ બાબતની માહિતી મંગળવારે તુર્કીની એક ન્યૂઝ એજન્સી એનાદોલુએ આપી છે.એમ તો સોનાનો ખજાનો મળવાના સમાચાર સતત આવતા રહે છે પરંતુ હાલ પણ આ સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યુ છે,કારણ કે કેટલાય દેશો એવા છે,જેમની ઈકોનોમી આ ખજાનાથી ઓછી છે.વર્લ્ડમીટરથી મળેલી જાણકારી અનુસાર માલદીવ્સ 4.87 અબજ ડોલર, લાઈબેરિયા 3.29 અબજ ડોલર, ભૂતાન 2.53 અબજ ડોલર, બુરંડી 3.17 અબજ ડોલર અને લેસોથો 2.58 અબજ ડોલરની ઈકોનોમી ધરાવે છે જે તુર્કીમાં મળેલા સોનાના ખજાનાથી નાની છે.આ સિવાય મૌરીતાનીયા, મોન્ટેનેગ્રો, બાર્બાડોઝ, ગુયાના અને એવા કેટલાય દેશો છે, જેમની ઈકોનોમી આ સોનાના ખજાના કરતા નાની છે.
તુર્કી મીડિયાના અહેવાલ અનુસાર આ સોનાનો ખજાનો મધ્યા વિસ્તારના સોગુતમાં મળ્યો છે,આ માહિતી ફહરેત્તીન પોયરાઝે આપી છે,જે એગ્રિકલ્ચર ક્રેડિટ કો-ઓપરેટિવ્ઝ ઓફ તુર્કી અને ગુબરેટાસ ફર્ટિલાઈઝર પ્રોડક્શન ફર્મના પ્રમુખ છે.


