– તૃણમૂલ કોંગ્રેસે સાંસદ મોઈત્રાના નિવેદનથી છેડો ફાડ્યો
કોલકાતા, તા.૫ : દસ્તાવેજી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરમાં માતા કાલીને સિગારેટ પીતા દર્શાવવાના વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઈત્રાએ માતા કાલીને માંસ અને મદીરા ખાતા દેવી ગણાવ્યા છે.મહુઆ મોઈત્રાએ મંગળવારે એક ટીવી ચેનલ સાથે વાત કરતા માતા કાલીને માંસ ખાતા અને મદીરા પીતા દેવી ગણાવ્યા હતા.હવે આ અંગે વિવાદ વધતા તૃણમૂલ કોંગ્રેસે મોઈત્રાના નિવેદનથી છેડો ફાડયો છે.તૃણમૂલે તેના સત્તાવાર ટ્વિટર પર ખૂલાસો કરતા લખ્યું છે, મહુઆ મોઈત્રા દ્વારા કરાયેલી ટીપ્પણીઓ અને દેવી કાલી અંગે વ્યક્ત કરેલા વિચારો તેમના વ્યક્તિગત છે.પક્ષ તેમના આ વિચારોનું કોઈપણ રીતે સમર્થન નથી કરતો.અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ આ પ્રકારની ટીપ્પણીઓની આકરી નિંદા કરે છે.