By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: “તેમનો અંદાજ – હિંમત દુનિયાએ જોઈ.” સપા સાંસદ બાદ હવે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે તાલિબાનને કરી સલામ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > “તેમનો અંદાજ – હિંમત દુનિયાએ જોઈ.” સપા સાંસદ બાદ હવે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે તાલિબાનને કરી સલામ
GeneralInternational

“તેમનો અંદાજ – હિંમત દુનિયાએ જોઈ.” સપા સાંસદ બાદ હવે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે તાલિબાનને કરી સલામ

HM News
Last updated: 18/08/2021 7:29 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનમાં તાલિબાને હાહાકાર મચાવ્યો છે અને તાલિબાન મામલે દુનિયાના અનેક દેશોમાં મતભેદ સામે આવી રહ્યા છે.કેટલાક દેશો તાલિબાનના સમર્થનમાં છે, તો કેટલાક દેશો તાલિબાનની વિરુદ્ધમાં.આવું જ લોકોમાં પણ જોવા મળ્યું છે. ભારતમાં પણ કેટલાક લોકો તાલિબાનનું સમર્થન કરી રહ્યા છે અને સોશિયલ મિડિયા પર તાલિબાનના સમર્થનમાં બોલી રહ્યા છે.સપા સાંસદ શફીકુર્રહમાન બાદ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ પણ તાલિબાનનું સમર્થન કર્યું છે.

મૌલાના સજ્જાદ નોમાનીએ તાલિબાનની હિંમતને સલામ કરતા કહ્યું કે, તેમણે સૌથી મજબૂત સેનાને હરાવી છે.તેમના આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે.મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યું કે, ‘એકવાર ફરી આ તારીખ ફળી છે. એક નિશસ્ત્ર સમુદાયે સૌથી મજબૂત સેનાઓને હરાવી છે. કાબુલના મહેલમાં તેઓ દાખલ થયા. તેમના દાખલ થવાના અંદાજને આખી દુનિયાએ જોયો. તેમનામાં કોઈ અભિમાન કે ઘમંડ નહોતું.મોટી-મોટી વાતો નહોતી.એ યુવાનો કાબુલની જમીનને ચૂમી રહ્યા હતા.મુબારક હો.તમને દૂર બેઠેલો આ હિંદી મુસલમાન સલામ કરે છે.તમારી હિંમતને સલામ કરે છે. તમારા સાહસને સલામ કરે છે.’

આ પહેલા સપા સાંસદ શફીકુર્રહમાને અફઘાનિસ્તાનમાં તાલિબાન પર કબજાની તુલના ભારતમાં બ્રિટિશ રાજ સાથે કરતા નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ‘હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને તેમને હટાવવા માટે આપણે સંઘર્ષ કર્યો, ઠીક એ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો.’ તેમણે તાલિબાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘આ સંગઠને રશિયા, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં પગ જમાવવા ના દીધા.’

પોલીસે સપા સાંસદની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કર્યો છે.અમેરિકાએ પોતાની સેના પાછી બોલાવી લીધા બાદથી જ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા શરૂ થઈ અને અનેક નાગરિકો માર્યા ગયા. મહિલાઓએ ફરી એકવાર અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે.અફઘાનિસ્તાનના નાગરિકો અન્ય દેશોમાં ભાગી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી આજે સુરતને આપશે રૂ.3400 કરોડથી વધુની ભેટ
જાપાનમાં કોરોનાથી 4 લાખ લોકોના મોતની ચેતવણી, ગમે ત્યારે લાગુ થઈ શકે રાષ્ટ્રીય કટોકટી
ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત રહી…!!!
મહારાષ્ટ્રમાં હિન્દુઓને વિભાજિત કરવાનું ભાજપનું કાવતરું : ઉધ્ધવ ઠાકરે
દેશમાં 16મીએ ચક્રવાત ત્રાટકવાની શક્યતા,અનેક રાજ્યોમાં ઓરેંજ એલર્ટ જાહેર
Share This Article
Facebook Email Print
Previous Article પાંચ સમન્સ મળવા છતા પુછપરછ માટે ED ઓફિસ હાજર નથી થતા અનિલ દેશમુખ !
Next Article કોઈની સાથે બદલો લેશું નહીં, દરેકને માફ કર્યું. તાલિબાને દુનિયાને આપ્યા આ 10 વચનો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up