કોરોના વાયરસના કહેર વચ્ચે ગ્લોબલ ઇકોનોમી ભયંકર મંદીના દોરમાં પ્રવેશ કરી રહી છે. કોવિડ-19(COVID-19) ની ચપેટમાં ભારતીય અર્થતંત્ર પણ આવી ગયું છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે સરકારે કંપનીઓને ઓફિસ બંધ રાખવાના આદેશ આપ્યા છે. ત્યારે કર્મચારીઓને ઘરેથી કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ આર્થિક મંદીના કારણે લોકોને હવે નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.
ત્યારે હવે એવી માહિતી મળી છે કે સરકાર કોરોનાથી પ્રભાવિત લોકોને યુનિવર્સલ બેસિક ઇનકમ(Universal Basic Income- UBI) ના માધ્યમથી મદદ કરી શકે છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું કે જો યુનિવર્સલ બેસિક સ્કીમ લાગૂ કરવામાં આવે તો તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) ની રૂપ ધારણ કરી શકે છે. આપણે જણાવી દઈએ કે કેન્દ્રની પીએમ ખેડૂત યોજના હેઠળ ખેડૂતોને વિના શરતે તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.
શું છે યુનિવર્સલ બેસિક ઇનકમ?
સૂત્રો મુજબ ‘યુનિવર્સલ બેસિક ઇનકમ’ની ભલામણ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેડિંગે કરી હતી. મધ્ય પ્રદેશની એક પંચાયતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે એવી સ્કીમ લાગૂ કરવામાં આવી હતી. જેના ખૂબ જ સકારાત્મક પરિણામો સામે આવ્યા હતા. યુનિવર્સલ બેસિક ઇનકમ એક નિશ્ચત આવક છે. જે દેશના દરેક નાગરિક- ગરીબ, અમીર, નોકરીયાત અને બેરોજગારને સરકારથી મળે છે. આ આવક માટે કોઈ પણ પ્રકારનું કામ કરવા અથવા પાત્રતા હોવાની શરત હોતી નથી.
કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે સરકાર UBI થી આ વખતે લાખો વર્કર્સની મદદ કરી શકે છે. જે કોરોનાના કારણે પગાર વગર હોમ આઇસોલેશનમાં રહેવા મજબૂર થયા છે. એવા લોકો માટે UBI એક મોટો સહારો બની શકે છે. UBI કોઈ રાજ્યમાં પ્રત્યેક વ્યસ્ક માટે કોઈ પણ શરત વગર નિયમિત પેમેન્ટનું એક ઓપ્શન છે.
હોંગકોંગ અને અમેરિકી સરકારે કરી રાહત પેકેજની જાહેરાત:
મીડિયા રિપોર્ટ મુજબ હોંગકોંગ સરકારે કોરોના વાયરસના કારણે મંદીથી અર્થતંત્રને ફરી ઉભું કરવા માટે પોતાના 70 લાખ નાગરિકોને રોકડ મદદ કરવાની જાહેરાત કરી છે. જે હેઠળ દરેક સ્થાયી નાગરિકને 94,720 રૂપિયા(1,280 US ડોલર) ની મદદ થશે. આ સિવાય અમેરિકાએ પણ મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં દરેક અમેરિકી વર્કર્સને રોકડ(અંદાજે 1000 યુએસ ડોલર) આપવામાં આવી શકે છે.