તાજેતરમાં બાબા રામદેવે એલોપેથિ દવાનો વિરોધ કરતા સમગ્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેમનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે. તેવામાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ એલોપેથી દવાનો વિરોધ કરતા બાબા રામદેવ પર પ્રહાર કર્યા છે.થોડા સમય અગાઉ બાબા રામદેવ બિમાર થતા એઇમ્સમાં દાખલ થયા હોવાનો વિડિયો ટ્વીટર પર વાઈરલ થતા છોટુ વસાવાએ રામદેવના એકાઉન્ટને ટેગ કર્યુ હતું.જેથી બાબા રામદેવ દ્વારા છોટુ વસાવાને ટ્વીટર ઉપર બ્લોક કરાયા હોવાનું છોટુ વસાવાએ તેમના ફેસબુક એકાઉન્ટમાં જણાવ્યું છે.
આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા સાથે વાત થતા તેઓએ બાબા રામદેવ સરકારનું પ્યાદુ ગણાવ્યા હતા.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બાબા રામદેવ દ્વારા પોતે આર્યુવેદિક દવાનું ઉત્પાદન કરાય છે.તેઓ દ્વારા લોકોને આર્યુવેદથી રોગનો ઇલાજ કરવાનું શીખવી રહ્યા છે.તેવા સંજોગોમાં તેઓ ભૂતકાળમાં જાતે જ બિમાર પડયા હતા.તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણને હૃદય રોગનો હુમલો થતા એઇમ્સમાં દાખલ કરાયા હતા.
જો આર્યુવેદથી જ બધા રોગનો ઇલાજ થતો હોય તો બાબા રામદેવ એલોપેથી દવાનો ઉપયોગ કરી એઇમ્સમાં દાખલ કેમ થયા તેવો સવાલ છોટુ વસાવાએ ઉઠાવ્યા છે.વસાવાએ ભૂતકાળમાં બાબા રામદેવ એઇમ્સમાં દાખલ થયાનો વાઈરલ વિડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી બાબા રામદેવને ટેગ કરતા તેઓ દ્વારા વસાવાને ટ્વીટર ઉપર બ્લોક કરાયા હતા.જે બાબતનો સ્ક્રીનશોટ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો.જેમાં છોટુ વસાવાના ફોલોઅર્સે બાબા રામદેવના વિરોધમાં ભારે ટીપ્પણી કરી હતી.

