By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તો મહારાષ્ટ્રના CMને આપવુ પડી શકે છે રાજીનામું, ઉદ્ધવ ઠાકરેનું ભાવિ રાજ્યપાલના હાથમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તો મહારાષ્ટ્રના CMને આપવુ પડી શકે છે રાજીનામું, ઉદ્ધવ ઠાકરેનું ભાવિ રાજ્યપાલના હાથમાં
GeneralNationalPolitics

તો મહારાષ્ટ્રના CMને આપવુ પડી શકે છે રાજીનામું, ઉદ્ધવ ઠાકરેનું ભાવિ રાજ્યપાલના હાથમાં

HM News
Last updated: 09/04/2020 11:32 AM
HM News
5 years ago
Share
SHARE

એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ડોલવા લાગી છે. આ મામલે ઉપમુખ્યમંત્રી અજીત પવારની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેનું નામ રાજ્યપાલ કોટા માટે ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મોકલી આપવામાં આવ્યું છે. હવે ઉદ્ધવ ઠાકરેનું ભાવી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના હાથમાં છે તેમ કહી શકાય.

ઉદ્ધવ ઠાકરે કોઈ પણ સદનના સભ્ય નથી.ના તો વિધાનસભા કે ના તો વિધાનપરિષદના. હવે કોરોના વાયરસના ખતરાના કારણે મહારાષ્ટ્રમાં એમએલસીની ચૂંટણી ટાળી દેવામાં આવી છે જેના કારણે ઉદ્ધવ ઠાકરે સામે મુખ્યમંત્રી પદની ખુરશી બચાવી રાખવાનો પડકાર ઉભો થયો છે.
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર, 2019ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. બંધારણની કલમ 164 (4) અંતર્ગત ઉદ્ધવ ઠાકરેને 6 મહિનામાં રાજ્યના કોઈ પણ સદનનો સભ્ય બનવું અનિવાર્ય છે. જેથી ઉદ્ધવ ઠાકરેએ પોતાની મુખ્યમંત્રીની ખુરસી બચાવી રાખવા માટે 28 મે પહેલા વિધાનમંડળના સભ્ય બનવુ જરૂરી છે.

ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાના સભ્ય બવાવવા માટે શિવસેનાન્ના કોઈ ધારાસભ્યઈ રાજીનામું આપવુ પડશે. ત્યાર બાદ ચૂંટણી પંચે 29 મે થી 45 દિવસ પહેલા ચૂંટણીની જાહેરાત કરવાની રહેશે. મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની જે સંખ્યા છે, તેમાં કોઈ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા નહીં ઈચ્છે. જ્યારે મુખ્યમંત્રી પદની ખુરસી ટકાવી રાખવાનો બીજો રસ્તો વિધાન પરિષદનું સભ્યપદ મેળવવાનો છે. તેના માટે ચૂંટણી પંચે માત્ર 15 દિવસ પહેલા અધિસૂચના જાહેર કરવાની રહેશે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદના 9 સભ્યોનો કાર્યકાળ 24મી એપ્રિલે પુરો થઈ રહ્યો છે. આ 9 વિધાન પરિષદ બેઠકો પર ચૂંટણી યોજાવવાની હતી પણ તેને કોરોનાના સંકટના કારણે ટાળી દેવામાં આવી છે.

હવે ઉદ્ધવ ઠાકરે સામે બે વિકલ્પ છે. તેમાં પહેલો વિકલ્પ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિર્ભર રહેશે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા માનોનીત થનારી વિધાન પરિષદની બે બેઠકો ખાલી છે. તેમાંથી એક બેઠક પર રાજ્ય સરકાર ઉદ્ધવ ઠાકરેના નામની રાજ્યપાલને ભલામણ કરે તો. સરકાર દ્વારા મોકલવામાં આવેલા નામ પર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સહમત થાય તો ઉદ્ધવ ઠાકરે પોતાની સીએમ પદની ખુરશી બચાવી રાખવામાં સફળ થશે.

ઉદ્ધવ સામે બીજો વિકલ્પ એ રહે છે કે, તેઓ ગત શપથ ગ્રહણના છ મહિનાનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા જ સીએમ પદેથી રાજીનામું આપે. ત્યાર બાદ તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તો તેમને સીએમ પદ માટે અધારે 6 મહિનાનો સમય મળી જશે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જવાબ મલિકે જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે એમએલસીની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. તેથી રાજ્યપાલના કોટાની ભલામણ કરી બે એમએલસી બેઠકોમાંથી એક પર ઉદ્ધવ ઠાકરેના નામની ભલામણ કરવામાં આવી છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરેની સીએમ પદની ખુરશી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના હાથમાં છે.

BIG BREAKING : ગુજરાત હાઇકોર્ટે અવધ ગ્રુપના જયંતિ એક્લેરાને આપી મોટી રાહત : FIR ક્વોશ કરવાનો આપ્યો આદેશ
બ્લૂફલેગ ધરાવતા ૫૦ દેશોમાં હવે ભારતનો પણ સમાવેશ
ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જ્યારે જરૂર પડે છે ત્યારે કૉંગ્રેસ માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ
મહેસાણામાં મહેસૂલી કચેરીની સામાન્ય ભૂલ ખેડૂત માટે મોટી આફતરૂપ બની
ગુજરાતની પાવરની ડિમાન્ડ ૩૩ ટકા ઘટી જતી FPPPAમાં ઘટાડો કરવાનો જર્કને તક મળી
Share This Article
Facebook Email Print
Previous Article ભારતના આ 6 શહેરો પર કોરોનાએ જમાવ્યો પોતાનો અડિંગો, તમામ પ્રયાસો છતાં વધ્યું સંક્રમણ
Next Article અમદાવાદમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર, દર્દીઓના જીવને જોખમમાં મૂકી બૂટલેગરો બેફામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up