નવી દિલ્હી તા. ૧૮ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીનો વિવાદ જુનો છે આ બધાની વચ્ચે ચીને આ મામલે ચતુરાઇ દેખાડી છે.સુત્રોના જણાવ્યા મુજબ બાંગ્લાદેશની તીસ્તા નદી પરિયોજના માટે ચીને એક બિલ્યિનની લોન આપશે જો એવુ થાય છે તો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ નેપાળ અને પાકિસ્તાનની જેમ ભારત વિરોધી વલણ અપનવી શકે છે.
બાંગ્લાદેશના મીડિયા મુજબ ઢાકાને ચીનથી લગભગ ૧ બિલિયન અમેરિકી ડોલરની લોન પ્રાપ્ત થશે.જેનાથી તીસ્તા નદી પરિયોજને મદદ પહોંચશે. આ મદદથી ગરમીના દિવસોમાં નદીનું જળસ્તર હેમખેમ રાખવા,બાંગ્લાદેશ મહત્વનું પગલું ભરશે.પાણી અંગે ભારતની સાથે કરાર નહી થતા આ આર્થિક મદદ કારગર સાબિત થશે.
બાંગ્લાદેશ જલ વિકાસ બોર્ડે અતિરિકત મુખ્ય અતિયયંતા જયોતિ પ્રસાદ ઘોષે કહયું કે આ મદદ બાદ હવે અમે ડિસેમ્બર સુધી પરિયોજના ને શરૂ કરશે.ઉલ્લેખનીય છે કે તીસ્તા નદી ભારતના સિકિકમ રાજયમાંથી નીકળે છે અને પશ્ચિમ બંગાળ થઇને બાંગ્લાદેશની યમુના એટલે કે બ્રહ્મપુત્ર નદીના મળે છે.સિકિકમ અને ઉતરી પ.બંગાળના પાંચ જીલ્લામાં અંદાજે એક કરોડ લોકો આ નદી પર નિર્ભર છે.બીજી બાજુ બાંગ્લાદેશની મોટી વસ્તી પણ તેના પર નિર્ભર છે.

