યુક્રેન દ્વારા ગુરૂવારે રશિયાને યુદ્ધજહાજ મોસ્ક્વોને નષ્ટ કરી દેવાતાં રોષે ભરાયેલા રશિયાએ ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ચુક્યું હોવાની જાહેરાત કરી છે.રશિયાએ યુક્રેન પરના હુમલાં વધુ આક્રમક બનાવ્યાં છે.રશિયાના સરકારી ટીવીના ઉદઘોષકના જણાવ્યાં અનુસાર
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે.રશિયાએ દાવો કર્યો હતો કે પશ્ચિમી દેશો વિશ્વના નકશામાંથી રશિયાના અસ્તિત્વને ભૂંસી નાખવા માગે છે.યુક્રેનને તોડી પાડેલા યુદ્ધ જહાજમાં રશિયાની 25મી સૈન્ય રેજિમેન્ટ જીઆરયુના કેપ્ટન એલેક્સી બોગોમોલોવનું મોત નિપજતા રશિયન ગુપ્તચર વિભાગને મોટો ફટકો પડ્યો છે.રશિયાએ તેના આ મહત્વના જાસૂસી એજન્ટ ગુમાવ્યા બાદ રશિયન ટીવી પ્રેઝન્ટર ઓલ્ગા સ્કાબેયેવાએ રશિયા 1 ચેનલના દર્શકોને જણાવ્યું હતું કે વર્તમાન તંગ પરિસ્થિતિને ત્રીજું વિશ્વ યુદ્ધ કહી શકાય.તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં અમે નાટો દેશો વિરુદ્ધ નહીં તો નાટોએ ઉભાં કરેલા માળખાં સામે યુદ્ધ લડી રહ્યાં છીએ.રશિયન મિલિટરીના પ્રવક્તા ડિમિટ્રી ડ્રોઝડેન્કોએ અન્ય એક સરકારી ચેનલ 1 પર જણાવ્યું હતું કે હાલ રશિયા પશ્ચિમી દેશોના સંગઠિત સૈન્ય સામે યુદ્ધ લડી રહ્યાં છીએ જે એક વાસ્તવિકતા છે.પશ્ચિમી દેશો ઘણાં સમયથી આ યુદ્ધની તૈયારી કરી રહ્યાં હતાં.ટીવી ઉદઘોષિકા ઓલેસ્યિ લોસેવાના જણાવ્યાં અનુસાર પશ્ચિમી દેશો યુક્રેનને અઢળક પ્રમાણમાં શસ્ત્ર-સરંજામ ઉપલબ્ધ બનાવી રહ્યાં છે.તેઓ વિશ્વના નકશામાંથી રશિયાનું અસ્તિત્વ ભૂંસી નાખવા માગે છે.
ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું : રશિયાની જાહેરાત

Leave a Comment