અમદાવાદ,તા.16 એપ્રિલ 2022:
થલતેજના હેબતપુર રોડ પર નારાયણ ધામ સોસાયટીમાં વૈભવી પરિવારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. થલતેજ હેબતપુર ખાતે રહેતાં પતિ સહિતના સાસરિયાં વિરૂધ્ધ યુવતીએ ઠગાઈ, દહેજની માંગણી અને ત્રાસ આપવા સહિતના આક્ષેપ કરતી ફરિયાદ ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સાસુએ દાગીના અને રોકડ લોકરમાં મુકવાનું કહી લગ્નના પહેલા દિવસે લઈ લીધા બાદ પરત કર્યા ન કર્યાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. ફરિયાદી તન્વી પટેલે પોતાની ફરિયાદમાં પતિ મિત પટેલ, સાસુ નયનાબહેન, સસરા સુરેશભાઈ અને નણંદ ધારીણીના નામ લખાવ્યા છે. જે મુજબ લગ્ન બાદ તમામ લોકો દહેજની માંગણી કરતા મહેણાં મારતા હતા. સાસુએ લગ્નના પ્રથમ દિવસે લોકરમાં મુકવાનું કહી વિશ્વાસમાં લઇ દાગીના અને રૂ.2.50 લાખની રોકડ રકમ લઈ લીધી હતી જે પરત કરી ન હતી. તન્વીબહેનનો પગાર પણ પતિ બારોબર લઈ લેતો હતો. સાસુ સસરા પિતાના ધંધામાં હિસ્સો માંગી લે, વધુ સોનુ લઈ આવે તેમ કહેતા હતા. ફરિયાદી તેમ કરવાની ના પાડતા તો પતિ મિત મારઝૂડ કરતો હતો.જમવાનું પણ બરોબર આપતા ન હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.ગત તા 18 માર્ચ,2021ના રોજ પતિ તન્વીબહેનને પિયરમાં મૂકી ગયો હતો. પતિએ તું આઈએલટીએસની પરીક્ષા સારા બેન્ડ મેળવી પાસ કરી લે અને કેનેડા જવાના રૂપિયા લઈને આવજે નહીતર ના આવતી.નણંદ પણ સોનાની વીંટી અને મોબાઈલ ફોનની માંગણી કરતી હતી.
થલતેજમાં રહેતા દંપતિનો વિવાદ: IT એન્જીનિયર યુવતીની સાસરિયાં વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ

Leave a Comment

