મુંબઇ : મહારાષ્ટ્ર શાસનના એક વરિષ્ઠ સેલ્સ ટેક્સ ઓફિસરની થાણેના એક હોટેલિયર પાસેથી કથિત રીતે ૨૦ લાખ રૃપિયાની લાંચ સ્વિકારતા એસીબીએ રંગેહાથો ધરપકડ કરી હતી.હોટેલિયર પાસેથી ગત વર્ષનું ટેક્સ એસેસમેન્ટ ન કરવા તેમજ નવા જીએસટીનું રજીસ્ટ્રેશન કરવા આ લાંચની રકમ માગવામાં આળી હતી તેવું એસીબીના એક પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.આ સંદર્ભે એસીબીના ડીએસપી માયા મોરેએ જણાવ્યું હતું કે આસીસ્ટન્ટ સેલ્સ ટેક્સ કમિશનર(જીએસટી)ધનંજય શિરસાટે ૩૦ લાખ રૃપિયાની લાંચ માંગી હતી અને તેના પ્રથમ હપ્તા પેટે મંગળવારે ૨૦ લાખ રૃપિયાની લાંચ સ્વિકારી હતી.આ સમયે તેમની રંગેહાથો ધરપકડ કરવામાં આવી હતી.શિરસાટે થાણેના કાપુરબાવડી વિસ્તારમાં હોટલ ચલાવતા એક હોટેલિયર પાસેથી ગત વર્ષનું ટેક્સ એસેસમેન્ટ ન કરવા તેમનું નવા જીએસટીનું રજીસ્ટ્રેશન ન કરવા આ લાંચની રકમ માંગી હતી.આ સંદર્ભે થાણે નગર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.