મહારાષ્ટ્રના નગર વિકાસ અને બાંધકામ વિભાગના પ્રધાન એકનાથ શિંદે સોમવારે મોડી રાત્રે સુરત પહોંચી ગયા હતા.તેઓ સુરતની એક ફાઇવસ્ટાર હોટેલમાં રોકાયા હતા.તેમની સાથે શિવસેનાના અને અપક્ષ વિધાનસભ્યો હોવાનું કહેવાય છે.એટલે શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.દરમિયાન સાવચેતીના પગલે પોલીસે એકનાથ શિંદેના થાણેના નિવાસની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત તહેનાત કર્યો છે.મુંબઈ અને થાણે પોલીસે પણ સાવચેતીનાં પગલાં તરીકે ગઈ કાલે સવારથી તમામ એન્ટ્રી પૉઇન્ટ પર નાકાબંધી કરી હતી.એસઆરપીના જવાનોની મદદ લઈ શંકાસ્પદ વાહનોને તપાસવામાં આવી રહ્યાં હતાં.


