– મોદી સરકાર કોઇ પણ રીતે આંદોલન સમેટવા કટિબદ્ધ
નવી દિલ્હી તા. 9 : છેલ્લા દસ બાર દિવસથી દિલ્હીની સરહદો પર ડેરો જમાવી બેઠેલા હજારો ખેડૂતોની કેટલીક માગ સંતોષાય એ રીતે લેખિત પ્રસ્તાવ આપવાની સરકારની તૈયારી શરૂ થઇ ગઇ હતી. આ લખાઇ રહ્યું હતું ત્યારે કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠક શરૂ થઇ ગઇ હતી.મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહની ખેડૂત નેતાઓ સાથેની બેઠકમાં શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કૃષિ કાયદા કોઇ રીતે પાછાં નહીં ખેંચાય. તમારી બીજી માગણીઓ કે ગેરસમજ દૂર કરવાની સરકારની તૈયારી છે.ખેડૂતોએ એમએસપી (ટેકાના લઘુતમ ભાવ) જેવી કેટલીક માગણીઓ અંગે લેખિત ખાતરી માગી હતી.
ખેડૂતોને લેખિત શું શું આપવું એની ચર્ચા અત્યારે કેબિનેટની બેઠકમાં થઇ રહી હતી.સરકાર દ્વારા લેખિત જે સંદેશો અપાશે એના પર ખેડૂત નેતાઓએ વિચાર કરવાની તૈયારી દાખવી હતી. એટલે હવે એ દિશામાં સરકાર સક્રિય થઇ હતી.

